મહારાષ્ટ્રમાં આઈ લવ મોહમ્મદ કાર્યક્રમમાં સીએમ યોગીને દફનાવવાની ધમકી

બીડ : મહારાષ્ટ્રમાં આઈ લવ મોહમ્મદ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને દફનાવવાની ધમકી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મૌલાનાએ સીએમ યોગીને ધમકી આપી હતી. તેમણે સીએમ યોગીને અપશબ્દો પણ કહ્યા હતા. તેમણે સીએમ યોગીને માજલગાંવની મુસ્તુફા મસ્જિદ આવવાનો પડકાર ફેંક્યો હતો. જો યોગી અહિયાં આવશે તેમને દફનાવી દેવામાં આવશે.
મૌલાનાની ઓળખ અશ્ફાક નિસાર શેખ તરીકે કરવામાં આવી
આ મૌલાનાની ઓળખ અશ્ફાક નિસાર શેખ તરીકે કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી માજલગાંવ પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત સીએમ યોગીને ધમકી આપનારાના મૌલાનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
બીડમાં એક મસ્જિદની બહાર પણ આવું જ પ્રદર્શન કરવામાં આવ્યું
દેશભરમાં મુસ્લિમ સંગઠનો દ્વારા આઈ લવ મોહમ્મદ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જેમાં શુક્રવારની નમાજ પછી અનેક સ્થળોએ મસ્જિદોની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. બીડમાં એક મસ્જિદની બહાર પણ આવું જ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સંગઠનોએ જણાવ્યું છે કે કાનપુરમાં આઈ લવ મોહમ્મદ પોસ્ટર લગાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી ખોટી છે. તેમનો આરોપ છે કે આનાથી સાંપ્રદાયિક તણાવ ઉભો થયો છે. આ નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે.
આ પણ વાંચો…“આઈ લવ મોહમ્મદ ” લખતા FIR! ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા ગંભીર સવાલો