ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Earthquake: વહેલી સવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશની ધરતી ધ્રુજી, લોકોમાં ફફડાટ

આજે ગુરુવારે વહેલી સવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આંચકાને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મહરાષ્ટ્રના હિંગોલીમાં સવારે 6.08 કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધાઈ હતી. ત્યાર બાદ ભૂકંપનો બીજો આંચકો સવારે 6.19 કલાકે નોંધાયો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપના આંચકા હળવી તીવ્રતાના હતા, છતાં ભૂકંપનાં આંચકાનો અંદાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.

સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, આજે ભૂકંપનો પ્રથમ આંચકો અરુણાચલ પ્રદેશમાં નોંધાયો હતો. રાજ્યમાં થોડા કલાકોના અંતરે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ગુરુવારે સવારે 1.49 કલાકે પહેલો આંચકો નોંધાયો હતો. રાજ્યના પશ્ચિમ કામેંગમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.

બે કલાક બાદ અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકો અનુભવાયો હતો. રાજ્યમાં સવારે 3.40 કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ કામેંગ હતું. આ ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ 5 કિમી હતી. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button