મહારાષ્ટ્ર સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ: ગણેશ નાઈક

થાણે: મહારાષ્ટ્ર સરકાર રાજકીય, સામાજિક અને આર્થિક શક્તિ પ્રદાન કરીને વંચિત મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે, એમ રાજ્યના પ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું.
રાજ્યના વન ખાતાના પ્રધાન ગુરુવારે નવી મુંબઈમાં ‘માવિમ સુવર્ણ મહોત્સવ – નવ તેજસ્વિની-2025’માં બોલી રહ્યા હતા, જ્યાં સ્વ-સહાય જૂથો દ્વારા બનાવેલા ઉત્પાદનો એક પ્રદર્શનના ભાગ રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહિલા સશક્તિકરણનું સપનું સાકાર કરશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે
મહિલા આર્થિક વિકાસ મહામંડળ (માવિમ) મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કાર્ય કરે છે.
એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, નાઈકે ભારપુર્વક જણાવ્યું હતું કે, કેન્દ્રની જળ જીવન મિશન જેવી પહેલથી મહિલાઓને નોંધપાત્ર ફાયદો થયો છે. તેમણે કહ્યું હતું કે સરકાર સમાનતાના મુખ્ય પ્રવાહમાં મહિલાઓનો સમાવેશ સુનિશ્ર્ચિત કરવા માટે સશક્તીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે માવિમના સ્વ-સહાય જૂથોનો લોનની પરતચુકવણીનો દર 99.05 ટકા છે, જે તેને મહિલા સશક્તીકરણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મોડેલ બનાવે છે.