મહારાષ્ટ્ર સરકારે ઓબીસીના કલ્યાણ માટે કેબિનેટ સબ-કમિટીની રચના કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે ઓબીસી માટે કલ્યાણકારી પગલાં ઝડપી બનાવવા અને નોકરી ક્વોટા સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે એક કેબિનેટ સબ-કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે, એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે, મરાઠા સમુદાય દ્વારા અનામત આંદોલનનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
રાજ્યમાં ઓબીસી કલ્યાણ માટે પહેલેથી જ એક અલગ મંત્રાલય છે, જેનું નેતૃત્વ હાલમાં ભાજપના કેબિનેટના સભ્ય કરે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઓબીસી (અન્ય પછાત વર્ગો) માટેની કેબિનેટ સબ-કમિટી સમુદાય માટે કલ્યાણકારી પગલાં ઝડપી બનાવવા અને ક્વોટા સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે કામ કરશે.
આ પણ વાંચો: ઈમરજન્સીમાં ‘લોકતંત્ર’ની થઈ હત્યાઃ કેબિનેટમાં પ્રસ્તાવ પસાર, મંત્રીઓએ મૌન પાળ્યું
શાસક મહાયુતિ ગઠબંધનમાં ત્રણેય ભાગીદારો ભાજપ, શિવસેના અને એનસીપીએ પોતપોતાના પ્રધાનોના નામ આપ્યા પછી નવી સંસ્થાના સભ્યોની જાહેરાત કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ફેબ્રુઆરી 2024માં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે સ્ટેટ બેકવર્ડ કમિશનની ભલામણો સ્વીકાર્યા પછી મરાઠાઓને એક અલગ શ્રેણી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: ચાલુ વિધાનસભાએ દિલ્હી અને હવે કેબિનેટમાં ગેરહાજરીઃ એકનાથ શિંદેના મનમાં ચાલે છે શું?
સુપ્રીમ કોર્ટે 2018માં મરાઠા સમુદાયને અનામત આપતા કાયદાને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યા પછી 2022માં મરાઠાઓ પર એક કેબિનેટ સબ-કમિટીની રચના કરવામાં આવી હતી કારણ કે આ કાયદાએ 1992માં સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત 50 ટકા મર્યાદાનો ભંગ કર્યો હતો.
ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે એવી માગણી કરી રહ્યા છે કે મરાઠાઓને નોકરીઓ અને શિક્ષણમાં ઓબીસી શ્રેણી (27 ટકા) હેઠળ અનામત આપવામાં આવે. 43 વર્ષના કાર્યકર્તાએ 29 ઓગસ્ટથી મુંબઈમાં મરાઠા અનામત માટે બેમુદત ભૂખ હડતાળનો નવો રાઉન્ડ શરૂ કરવાની જાહેરાત કરી છે.