મહારાષ્ટ્ર

સરકારની એમએમઆરડીએને 12,000 કરોડ રૂપિયાની લોનની ગેરંટી

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઈસી) પાસેથી 12,000 કરોડ રૂપિયાની લોન લેવા માટે મંજૂરી આપી છે. આનાથી એમએમઆરડીએના પ્રોજેક્ટ્સ માટે ભંડોળનો માર્ગ મોકળો થશે અને મેટ્રોના કામને વેગ મળશે.

મુંબઈ મહાનગરમાં મોટી સંખ્યામાં પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ઉપરાંત, કેટલાક વધુ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, જેના માટે એમએમઆરડીએને આગામી વર્ષોમાં 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાની જરૂર છે.

જોકે, એમએમઆરડીએના ખજાનામાં હાલમાં તંગી હોવાથી, લોન અને બોન્ડ વેચાણ દ્વારા ભંડોળ એકઠું કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. તે મુજબ, આઠ મેટ્રો પ્રોજેક્ટ્સના કામ માટે નાણાકીય સંસ્થા આરઈસી પાસેથી 30,593 કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે.

આ પણ વાંચો: લંડન જેવી પોડ ટેક્સી મુંબઈમાંઃ એમએમઆરડીએએ લીધો મોટો નિર્ણય…

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી લોન ગેરંટી 12 મહિના માટે માન્ય રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

ભંડોળથી ક્યા પ્રોજેક્ટની સમસ્યા ઉકેલાશે?

લોનની સુવિધા શરૂ થવાથી મેટ્રો 5, મેટ્રો 6, મેટ્રો 9, મેટ્રો 10, મેટ્રો 12, મેટ્રો 4 અને મેટ્રો 2-ઇનું કામ ઝડપી બનશે.

અન્ય ક્યા પ્રોજેક્ટ્સ માટે પણ લોન લેવાશે?

એમએમઆરડીએ 29 અન્ય પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સંસ્થા પીએફસી પાસેથી 50,301 કરોડ રૂપિયાની લોન લેવાની છે.
આ લોનના નાણાંમાંથી થાણે-બોરીવલી સબવે, ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ અંડર ગ્રાઉન્ડ ટનલ, થાણે કોસ્ટલ રોડ, થાણે સુધી ઇસ્ટર્ન એક્સપ્રેસવેનું વિસ્તરણ, કાપૂરબાવડીથી ગાયમુખ સુધીના ઘોડબંદર રોડને પહોળો કરવો, ગાયમુખથી પાયેગાંવ ખાડી પુલ વગેરે 29 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button