મહારાષ્ટ્રને મળી વધુ એક વંદે ભારત ટ્રેન: જાણો સમય પત્રક અને ટિકીટ દર
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાંથી મહારાષ્ટ્રને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. મહારાષ્ટ્રને આજે છઠ્ઠી વંદે ભારત ટ્રેન મળી છે. મહારાષ્ટ્રમાં મુંબઇથી જાલના નવી વંદે ભારત ટ્રેનને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાથી લીલી ઝંડી આપી હતી. 1 જાન્યુઆરીથી મુંબઇ-જાલના અને 2 જાન્યુઆરીથી જાલના-મુંબઇ વંદે ભારત ટ્રેન સેવા શરુ થઇ જશે.
મહારાષ્ટ્રમાં પહેલી વંદે ભારત ટ્રેન મુંબઇથી ગાંધીનગર દરમીયાન શરુ થઇ હતી. ત્યાર બાદ મુંબઇથી સોલાપુર, મુંબઇથી સાંઇનગર શિરડી, મુંબઇથી ગોવા અને નાગપૂરથી બિલાસપૂર આ પાંચ માર્ગો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરુ કરવામાં આવી હતી. આજે 30 ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇથી જાલના વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મુંબઇથી જાલના વંદે ભારત ટ્રેન બુધવારને બાદ કરતાં બાકીના છ દિવસ દોડશે. તેથી હવે મરાઠવાડામાંથી મુંબઇ આવવા માટે ઓછો સમય લાગશે. ટ્રાલય રનમાં આ ચ્રેન 100 કિલોમીટરની ઝડપે દોડી હતી.
વંદે ભારત ટ્રેન મુંબઇના છત્રપિત શિવાજી મહારાજ ટર્મિનલ્સ પરથી છૂટશે. ત્યાર બાદ તે દાદર, થાણે, કલ્યાણ, નાસિક રોડ, મનમાડ, છત્રપતિ સંભાજી નગર અને જાલના સ્ટેશન પર રોકાશે. નાસિક, મનમાડને આ બીજી વંદે ભારત ટ્રેન મળી છે. અગાઉ શરુ થયેલ મુંબઇ-શિરડી ટ્રેન આ માર્ગ પરથી જઇ રહી છે.
વંદે ભારત ટ્રેન મુંબઇથી બપોરે 1: 10 વાગે નીકળશે. જે જાલનામાં રાત્રે 8:30 વાગે પહોંચશે. તથા જાલનાથી આ ટ્રેન સવારે 5:05 વાગે નિકળી મુંબઇમાં 11:55 વાગે પહોંચશે. આ ટ્રેનમાં આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. ટ્રેનમાં ઓનબોર્ડ વાય-ફાય ઇન્ફોટેનમેન્ટ, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, ટચ ફ્રી સુવિધાઓ સાથે બાયો વેક્યુમ ટોયલેટ, ડિફ્યુઝ્ડ એલઇડી લાઇટીંગ, દરેક સીટની નીચે ચાર્જીંગ પોઇંટ, રિડીંગ લાઇટ્સ વગેરે જેવી સુવિધાઓ છે
ટ્રેનના ટિકીટ દરની વાત કરીએ તો જાલનાથી મુંબઇ 1120 રુપિયા ભાડું હશે જ્યારે જાલના-મુંબઇ એક્ઝીક્યુટિવ ચેરકારની વાત કરીએ તો તેનો ટિકીટ દર 2125 રુપિયા રહેશે.