મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ખેડૂતોને દિવસમાં 10 કલાક આપશે વીજળીઃ ફડણવીસ

મુંબઈઃ વર્ધા જિલ્લાની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ખેડૂતોને 10 કલાકથી વધુ યા દિવસભર વીજળી આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં દર વર્ષે વીજળીના બિલ ઘટશે અને આ ઘટાડાથી મોટી સંખ્યામાં લોકોને રાહત મળશે.

મહારાષ્ટ્ર દેશનું પહેલું એવું રાજ્ય બનશે જે દર પાંચ વર્ષે વીજળીના બિલમાં ઘટાડો કરી બતાવશે.’ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી કે વર્ધામાં વિધાનસભ્યો અને સંસદ સભ્યો દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગણી અંગે બેઠક યોજીને નિર્ણય લેશે. ‘હું થોડા સમય માટે વર્ધા જિલ્લાનો વાલી મંત્રી હતો એટલે વિશેષ ધ્યાન આપ્યું છે’ એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ખેડૂતોએ એસઈઝેડ માટે સંપાદિત જમીન પાછી આપવાની માગણી કરી: બાવનકુળેએ સ્ટેટસ રિપોર્ટ મગાવ્યો

સીએમએ વધુમાં જણાવ્યું હતું કે’ લોઅર વર્ધા પ્લાન્ટમાં ૫૦૦ મેગાવોટનો વીજ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. વર્ધા જિલ્લો સૌર ઊર્જાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે આત્મનિર્ભર બનશે. નેરી મિર્ઝાપુર ગામને સંપૂર્ણ સૌર ઊર્જા પૂરી પાડવામાં આવી છે.

80 ટકા મહારાષ્ટ્રમાં ખેડૂતોને દિવસમાં 10 કલાક વીજળી મળશે એમ જણાવી ફડણવીસે ઉમેર્યું હતું કે કૂવાને રિચાર્જની યોજના હાથ ધરવામાં આવે તો તેનો ફાયદો થશે, કૂવાઓનું સ્તર વધશે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવરાજસિંહ ચૌહાણે દરેકને ઘર આપવા માટે પગલાં લીધાં છે. પ્રત્યેક ઘર માટે બે લાખ રૂપિયા મળે એવો નિર્ણય અમે લીધો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક ઘરમાં સૌર ઉર્જાની સગવડ હશે. પરિણામે લોકોને મફત વીજળી મળશે એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button