આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામને કારણે ઇન્ડિયા ગઠબંધન ભાંગી પડશે! રાહુલ ગાંધી પર ગંભીર આરોપ

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં મહાવિકાસ આઘાડી(MVA)ની કારમી હાર (Maharashtra election result) થઇ છે, જયારે મહાયુતિ(Mahayuti)એ પ્રચંડ જીત મેળવી છે. મહાયુતિ નવી સરકાર બનાવવા તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે મહા વિકાસ આઘાડી હારના કરાણો પર વિચાર કરી રહી છે. હાર બાદ MVAમાં કોંગ્રેસના સાથી પક્ષો રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આરોપ લગાવી રહ્યા છે.

TMC નેતા બેઠકમાં ના આવ્યા:
મહારાષ્ટ્ર વિધાસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે ઇન્ડીયા ગઠબંધન(INDIA Alliance)માં અણબનાવ શરુ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઠબંધનની બેઠક બોલાવી હતી અને તેમાં ટીએમસી(TMC)ના કોઈ પ્રતિનિધિએ હાજરી આપી ન હતી. બાદમાં ટીએમસી નેતાએ એમ પણ કહ્યું કે હવે ટીએમસીએ ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ. ટીએમસીએ કહ્યું કે તેના નેતાઓ કોલકાતામાં યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વ્યસ્ત હતા.

સંસદનું સત્ર પણ શરૂ થવાનું હતું. આવી સ્થિતિમાં પણ ટીએમસીના નેતાનું દિલ્હીની બેઠકમાં ન આવવું કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. મીડિયા અહેવાલ મુજબ, ટીએમસીના એક નેતાએ કહ્યું, ટીએમસીએ પેટાચૂંટણીમાં તમામ છ બેઠકો પોતાના દમ પર જીતી લીધી. ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને સીપીએમ ઉમેદવારો સામે હતા. અમે ચૂંટણી ગઠબંધનમાં નથી, તેથી કોઈ પણ પક્ષને જવાબ આપવો જરૂરી નથી.

ટીએમસીના કલ્યાણ બેનર્જીએ કહ્યું કે મમતા બેનર્જીને ભારતના વડા બનાવવા જોઈએ.

રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં હારનું કારણ:
ઈન્ડિયા એલાયન્સના પક્ષોના અન્ય નેતાઓ પણ આ હાર માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કેટલાક નેતાઓનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન વીર સાવરકર વિરુદ્ધ ટીપ્પણીએ માત્ર કોંગ્રેસને જ નહીં પરંતુ તેના સાથી પક્ષોને પણ નુકશાન પહોંચાડ્યું હતું. ઘણા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી અને આ દરમિયાન ‘બટોંગે તો કટોકે’ ના નારા પણ લાગ્યા હતા. ઈન્ડિયા એલાયન્સના પક્ષોનું કહેવું છે કે જાતિ સર્વેક્ષણની વાત પણ નુકસાનકારક સાબિત થઈ.

આ પણ વાંચો…અમિત શાહ આજે મુંબઇ આવશે, મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે

ભાજપે એવો પ્રચાર કર્યો હતો કે કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામત ખતમ કરી દેશે. આ સિવાય રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર સીધા પ્રહારો શરૂ કર્યા. ઘણા સાથીઓ એ તેમને સમજાવ્યું હતું કે આ રીત કામ કરશે નહીં. આ પછી પણ તેણે કોઈ સલાહ પર ધ્યાન ન આપ્યું અને પોતાની સ્ટાઈલમાં પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું.

સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીના કેટલાક નજીકના લોકોએ પણ તેમને સમજાવ્યા હતા કે બંધારણ ખતરામાં છે, એ વાત વારંવાર ન કરો. આ પછી પણ રાહુલ ગાંધીએ પોતાની જૂની રીત ચાલુ રાખી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button