Maharastra Politic: ફડણવીસ નાગપુરમાં RSS વડા ભાગવતને મળ્યા, વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ!
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શુક્રવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવન સંઘ(RSS) આરએસએસ વડા મોહન ભાગવત(Mohan Bhagvat) સાથે મુલાકાત કરી હતી. અહેવાલો અનુસાર દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે સાંજે મુંબઈથી નાગપુર(Nagpur) પહોંચ્યા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય ગયા જ્યાં તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી. નોંધનીય છે કે આ વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભા(Maharashtra Assembly Election) ચૂંટણી યોજાવાની છે, આથી ફડણવીસ અને ભાગવત વચ્ચેની બેઠક મહત્વપૂર્ણ હોઈ શકે છે, જોકે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે હજુ જાણવા મળ્યું નથી.
નાયબ મુખ્ય પ્રધાન સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મોહન ભાગવતની બેઠક બાદ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. બંને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત થઈ હતી. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ અને સાથી પક્ષોનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.
| Also Read: ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને રૂ. 11 કરોડનું ઈનામ: એકનાથ શિંદે
અહેવાલો મુજબ 6 જૂનના રોજ તેઓ રાજીનામું આપવા જવાના હતા પરંતુ તે પહેલા આરએસએસના સહ-સચિવ અતુલ લિમયે દેવેન્દ્ર ફડણવીસના નાગપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને વચ્ચે લગભગ 2 કલાક સુધી ચર્ચા થઈ, જે બાદ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે ભાગવત સાથે ફડણવીસે સંગઠન બાબતે ચર્ચા કરી હોઈ શકે છે.
શુક્રવારે ભાજપે પ્રદેશ પ્રભારી અને સહ-પ્રભારીની યાદી પણ જાહેર કરી છે. ઝારખંડની રાજધાની રાંચીમાં આ મહિને 12 થી 14 જુલાઈ વચ્ચે સંઘ પ્રચારકોની બેઠક પણ યોજાવા જઈ રહી છે. બેઠક પહેલા દેવેન્દ્ર ફડણવીસ મોહન ભાગવતને મળ્યા હતા.