મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા સપકાળેએ કરી મોટી વાત…

મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ હર્ષવર્ધન સપકાળેએ આજે પદભાર સંભાળ્યો હતો અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને ફરીથી સત્તા પર આવે એવાં કામ કરીશું.
ભૂતપૂર્વ રાજ્ય એકમના વડા નાના પટોલે પાસેથી પદભાર સંભાળ્યા બાદ પાર્ટીની બેઠકમાં બોલતાં સપકાળેએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પુનર્જીવિત કરવા માટે પાર્ટીના કાર્યકરો તેમ જ નેતાઓ પાસેથી સહયોગ માગ્યો હતો. જો આપણ પ્રયાસ નહીં કરીએ તો સફળ નહીં થઇએ, એવું સપકાળેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં એક કરોડ સભ્ય નોંધાવવાનો અને સૌથી મોટો પક્ષ હોવાના દાવા અંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ રાજ્યમાં નબળો પક્ષ છે. જો તેઓ સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરે છે તો શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને તોડીને કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં લેવાની શું જરૂર હતી, એવું સપકાળેએ કહ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં કોણ મિત્ર કોણ શત્રુઃ સાથી પક્ષને દબાણમાં રાખવાની તમામ પક્ષોની કવાયત
અહીં એ જણાવવાનું કે હર્ષવર્ધન સપકાળ એ કોંગ્રેસના વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. 2014થી 2019 સુધી બુલઢાણાની બેઠક પરના વિધાનસભ્ય છે. ઉપરાંત, બુલઢાણા જિલ્લા પરિષદના પૂર્વ પ્રમુખ પણ છે. રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ પણ છે તેમ જ રાષ્ટ્રીય અને રાજ્યના સ્તરે પણ અલગ અલગ કોંગ્રેસના કાર્યક્રમોમાં પણ ભાગ લીધા છે. એના સિવાય તેઓ ગાંધી પરિવારની નજીક પણ માનવામાં આવે છે.
0-0–0