આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Election)માં મહાયુતીની પ્રચંડ જીત થઇ છે, પરંતુ મુખ્ય પ્રધાન પદ બાબતે હજુ પણ કોકડું ગૂંચવાયેલું (Maharashtra CM Suspense) છે. મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળના સભ્યો અંગે ચર્ચા કરવા માટે સાત બેઠકો યોજાઈ રહી છે. અહેવાલ મુજબ એકનાથ શિંદે (Eknath Shinde) હાલ મુંબઈમાં નથી સતારામાં છે. તેમને છેલ્લા બે દિવસથી તાવ છે અને ગળામાં ચેપ લાગવાની તકલીફ છે. જોકે ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે.

એકનાથ શિંદે આજે મુંબઈ આવશે:
એક આહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એકનાથ શિંદે આજે સતારાથી મુંબઈ પરત આવી શકે છે. અગાઉ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને અન્ય નેતાઓ હાજર હતા. દિલ્હી બાદ આજે મુંબઈમાં મહાયુતીના બેઠકોની યોજાવાની છે જેમાં મુખ્ય પ્રધાનના નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

એકનાથ શિંદેએ શું કહ્યું:
સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેએ અગાઉ શરૂઆતમાં જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ નેતૃત્વ જે પણ નિર્ણય લેશે તે તેઓ સ્વીકારશે. જ્યારે હજુ સુધી કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બને એવી શક્યતા પ્રબળ છે.

ભાજપે શું કહ્યું?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે જાહેરાત કરી હતી કે મહાયુતિ સરકારની શપથવિધિ 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં થશે. બાવનકુલેએ ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે.

Also Read…..દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બની શકે તો શિંદેને શું વાંધો: રામદાસ આઠવલે

શિવસેનાએ શું કહ્યું?
શિવસેનાના નેતા સંજય શિરસાટ શનિવારે કહ્યું હતું કે કાર્યપાલક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે મહત્વપૂર્ણ નિર્ણય લેશે તેવી અપેક્ષા છે.

અજિત પવારનું નિવેદન:
એનસીપીના વડા અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભાજપમાંથી હશે અને મહાયુતિના સાથી પક્ષોમાંથી બે નાયબ મુખ્ય પ્રધાન હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button