મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ રાજકારણ છોડી એક્ટિંગમાં હાથ અજમાવ્યો?

બે વર્ષ પહેલાં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ધર્મવીર…મુકામ પોસ્ટ થાણે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી અને હવે ફરી એક વખત ધર્મવીર દર્શકોની મુલાકાતે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે અને આ ધર્મવીર 2 ફિલ્મ હિંદી અને મરાઠી એમ બંને ભાષામાં રીલિઝ થશે. પણ કહાનીમાં ટ્વીસ્ટ એ છે કે આ ફિલ્મમાં માહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ઓન સ્ક્રીન એક્ટિંગ કરતાં જોવા મળશે, એવી ચર્ચા ચાલી રહી છે.
9મી ઓગસ્ટના ક્રાંતિ દિવસના ધર્મવીર ટુ રીલિઝ કરવામાં આવશે. એક જ દિવસે હિંદી અને મરાઠી ભાષામાં રીલિઝ કરવામાં આવશે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું અને આ પોસ્ટર પર ફિલ્મના એક્ટર પ્રસાદ ઓકનો લૂક જોઈને જ ફિલ્મને લઈને ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે.
ફિલ્મના પહેલાં ભાગની વાત કરીએ આ ફિલ્મમાં એક્ટર પ્રસાદ ઓકે આનંદ દિગેની ભૂમિકા કરી હતી અને આ ફિલ્મને અનેક એવોર્ડ પણ મળ્યા હતા. હવે ફિલ્મ ધર્મવીર ટુને લઈને દર્શકો ખૂબ જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ ફિલ્મના પહેલાં ભાગમાં છેલ્લે એક સસ્પેન્સ રાખવામાં આવ્યું છે હવે ફિલ્મના અભિનેતા સચિન પિળગાંવકરના એક નિવેદને દર્શકોમાં ઉત્સુક્તા જગાવી દીધી છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મમાં કદાચ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ખુદ જાતે જોવા મળશે.
આ પણ વાંચો : Prabhasની હીરોઈનને છે આ ગંભીર બીમારી, ખુદ કર્યો ખુલાસો…
સચિન પિળગાંવકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કહ્યું હતું કે સાહેબ તમે મુખ્ય પ્રધાનપદના શપથ લઈને બે વર્ષ થયા અને હવે તમે આ ફિલ્મમાં કામ કર્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારું સ્વાગત છે. સચિનના આ નિવેદને કારણે ખરેખર સીએમ શિંદે ફિલ્મમાં અભિનય કરતાં જોવા મળશે કે કેમ એવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.