અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની આફતને અવસરમાં રૂપાંતરિત કરો: મુખ્ય પ્રધાન | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની આફતને અવસરમાં રૂપાંતરિત કરો: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ભારતની નિકાસ પર યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) દ્વારા લાદવામાં આવેલા ટેરિફની આફતને અવસરમાં રૂપાંતરિત કરવાની હાકલ કરી હતી અને હિસ્સેદારોને ટેરિફની અસર ઘટાડવા માટે વૈકલ્પિક બજારો શોધવા અને વિકસાવવાનો પડકાર ઝીલી લેવા જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આત્મવિશ્ર્વાસ સાથે આ પડકારોનો સામનો કરી રહ્યું છે, એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.‘આપણે આ પ્રતિકૂળતાને વ્યૂહાત્મક રીતે તકમાં રૂપાંતરિત કરવી જોઈએ,’ એમ ફડણવીસે વૈશ્ર્વિક આયાત-નિકાસ ગતિશીલતા સાથે સુસંગત નીતિગત પગલાંની ચર્ચા કરવા માટે આયોજિત ઉચ્ચ-સ્તરીય બેઠકમાં જણાવ્યું હતું.

આપણ વાંચો: ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને મોટો ફટકો! રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ રેટમાં આપી રાહત

ફડણવીસે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે મહારાષ્ટ્ર તેના ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ ઇકોસિસ્ટમને સુધારવા માટે 100 સુધારા હાથ ધરવામાં આવે અને તેમના અસરકારક અમલ અને માસિક સમીક્ષાઓ સુનિશ્ર્ચિત કરવા માટે સમર્પિત ‘વોર રૂમ’ બનાવવામાં આવે.

ફડણવીસે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રે એમઆઈડીસી વિસ્તારોની બહાર પણ તેમના વિકાસને સરળ બનાવવા માટે સ્પષ્ટ નીતિ સાથે ખાનગી ઔદ્યોગિક ઉદ્યાનોને સક્રિયપણે પ્રોત્સાહન આપવું જોઈએ.

તેમણે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ના સમાવેશ અને ઔદ્યોગિક સેટઅપ માટે ફાસ્ટ-ટ્રેક પરમિટ માટે સુવ્યવસ્થિત પદ્ધતિ પર ભાર મૂક્યો હતો. ‘રાજ્ય નવા અને હાલના બંને ઉદ્યોગોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

વિલંબ દૂર કરવા માટે સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ. વધુમાં, પાંચ હેક્ટરથી વધુ જમીન પરના કૃષિ આધારિત ઉદ્યોગોને પૂર્વ પરવાનગીની જરૂર ન હોવી જોઈએ,’ એમ પણ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: ‘અમારું બજાર ભારતીય ઉત્પાદનો માટે ખુલ્લું છે’ અમેરિકાએ ટેરિફ લાદ્યા તો રશિયા ભારતની પડખે ઉભું રહ્યું

તેમણે અધિકારીઓને ઔદ્યોગિક મંજૂરીઓ માટે પ્રક્રિયાનો સમય ઘટાડવા, જમીન સીમાંકનની પ્રક્રિયાઓ ઝડપી બનાવવા અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ઉદ્યોગો પર વધુ પડતા ચાર્જને રોકવા માટે પ્રદૂષણ-સંબંધિત દંડને તર્કસંગત બનાવવા સૂચના આપી હતી.

મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ)ના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના સંદર્ભમાં રાજ્યમાં પહેલાથી જ અમલમાં મુકાયેલા મુખ્ય સુધારાઓમાં ઉદ્યોગોને દ્વિવાર્ષિક ફાયર સેફટી લાઇસન્સનો સમાવેશ થાય છે અને ઉમેર્યું હતું કે આ ઓફર કરનારું મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે.

આગામી સુધારાઓમાં લેન્ડ બેંક અથવા ઝડપી ઔદ્યોગિક જમીન ફાળવણી, પારદર્શક અને સમયબદ્ધ જમીન ફાળવણી પ્રક્રિયાઓ શરૂ કરવી, 60 દિવસની અંદર પર્યાવરણીય મંજૂરીઓ આપવી, જિલ્લા-સ્તરીય રોકાણ પ્રમોશન સેલની સ્થાપના અને ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વિકાસ માટે ‘એક બ્લોક, એક ક્લસ્ટર’ નીતિનો અમલ સામેલ છે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button