આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનોની આવક, સંપતિના આંકડાઓ જોઈને ચોંકી ઉઠશો…

મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. જ્યારે શિવસેના નેતા એકનાથ શિંદે અને NCP નેતા અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ બન્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા હોદ્દા પર રહેલા ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર પાસે પણ અઢળક સંપત્તિ છે. ચાલો જાણીએ કે ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારમાંથી કોણ વધુ ધનિક છે.

આ પણ વાંચો: સરકાર આવતા જ એક્શન મોડમાંઃ પહેલી બેઠકમાં આ નિર્ણય

CM પાસે 13 કરોડની સંપત્તિ
ચૂંટણી પંચને આપેલા એફિડેવિટ મુજબ દેવેન્દ્ર ફડણવીસ પાસે કુલ 13 કરોડ 27 લાખ 47 હજાર રૂપિયાની સંપત્તિ છે. ટેક્સ રિટર્ન ફોર્મ અનુસાર, 2023-24માં તેણે 79 લાખ 30 હજાર 402 રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 2022-23માં તેણે 92 લાખ 48 હજાર 94 રૂપિયાની કમાણી કરી હતી.

દેવેન્દ્ર ફડણવીસની કેટલી સંપતિ?
-મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુર સાઉથ વેસ્ટ વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં તેમણે 13 કરોડ 27 લાખ 47 હજાર 728 રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ જાહેર કરી છે. ટેક્સ રિટર્ન ફોર્મ અનુસાર, દેવેન્દ્ર ફડણવીસે 2023-24માં કુલ 79 લાખ 30 હજાર 402 રૂપિયાની આવક કરી છે, જ્યારે 2022-23માં તેમની આવક 92 લાખ 48 હજાર 94 રૂપિયા હતી.

ફડણવીસે પોતાના નામે 56,07,867 રૂપિયા, પત્ની અમૃતા ફડણવીસના નામે 6,96,92,748 રૂપિયા અને પુત્રીના નામે 10,22,113 રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ફડણવીસની પત્ની પાસે 65 લાખ 70 હજાર રૂપિયાની જ્વેલરી છે. ફડણવીસ પાસે 56 લાખ 7 હજાર 867 રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેમની પત્ની અમૃતા ફડણવીસના નામે 6 કરોડ 96 લાખ 92 હજાર 748 રૂપિયાની સંપત્તિ છે. ફડણવીસની પુત્રીના નામે 10 લાખ 22 હજાર 113 રૂપિયાની જંગમ મિલકત છે.

દેવેન્દ્ર ફડણવીસ પાસે સાડા 23 હજાર રૂપિયા, તેમની પત્ની અમૃતા ફડણવીસ પાસે 10 હજાર રૂપિયા રોકડા છે. તેમના બેંક ખાતામાં 228760 રૂપિયા જમા છે. પત્નીના ખાતામાં 143717 રૂપિયા જમા છે. ફડણવીસે NSS, પોસ્ટલ સેવિંગ સહિત ઘણી જગ્યાએ 20 લાખ 70 હજાર 607 રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પત્નીએ પણ બોન્ડ, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં 5 કરોડ 62 લાખ 59 હજાર 31 રૂપિયાનું રોકાણ કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસ પાસે 450 ગ્રામ સોનું છે, જેની કિંમત લગભગ 32 લાખ 85 હજાર રૂપિયા છે. તેમની પત્ની પાસે 900 ગ્રામ સોનું છે, જેની કિંમત અંદાજે 65 લાખ 70 હજાર રૂપિયા છે. દેવેન્દ્ર ફડણવીસની પત્નીના નામે માત્ર 62 લાખ રૂપિયાની લોન છે.

એકનાથ શિંદે કેટલા અમીર?
એકનાથ શિંદે અગાઉની મહાયુતિ સરકારમાં મુખ્ય પ્રધાન પદે હતા. હવે તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 37 કરોડ 68 લાખ 58 હજાર 150 રૂપિયા છે. શિંદેપાસે 1 કરોડ 44 લાખ 57 હજાર 155 રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેમની પત્ની પાસે 7 કરોડ 77 લાખ 20 હજાર 995 રૂપિયાની જંગમ સંપત્તિ છે. એકનાથ શિંદેએ સોના અને જમીનમાં પણ રોકાણ કર્યું છે. શિંદે પાસે લગભગ 8 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના છે.

શિંદે પાસે એક પિસ્તોલ પણ છે, જેની કિંમત લગભગ ₹2.25 લાખ છે. એકનાથ શિંદે પર 5,29,23,410 રૂપિયાની લોન છે, જ્યારે તેમની પત્ની લતા શિંદે પર 9,99,65,988 રૂપિયાની વધુ લોન છે. મતલબ કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ શિંદે પર 15 કરોડ રૂપિયાની લોન છે.

અજિત પવાર કેટલા અમીર?
અજિત પવાર છઠ્ઠી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે. તેમની પાસે 8.22 કરોડ રૂપિયાની જંગમ અને 37.15 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેમની કુલ સંપત્તિ 45.37 કરોડ રૂપિયા છે. તેમની પાસે રૂ. 24,79,760ના બોન્ડ છે અને તેમની પત્ની સુનેત્રા પવાર પાસે રૂ. 14,99,610ના બોન્ડ છે. અજિત પવારે 10,79,02,155 રૂપિયા અને સુનેત્રા પવારે પોસ્ટ ઓફિસમાં બચત અને વીમા તરીકે રૂપિયા 44,29,463નું રોકાણ કર્યું છે.

અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભાના સાંસદ છે. તેમની પાસે 14.57 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 58.39 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. અજિત પવાર પાસે ટ્રેક્ટર, ચાંદીના દાગીના, એફડી, શેર, બોન્ડ, ટોયોટા કેમરી અને હોન્ડા સીઆરવી કાર છે. અજિત પવાર પાસે વિવિધ કંપનીઓમાં 8.50 લાખ રૂપિયાના શેર છે. પવાર પાસે 41.50 કિલો અને સુનેત્રા પવાર પાસે 35 કિલો ચાંદી, 1.30 કિલો સોનું અને 28 કેરેટના હીરા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button