ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મહારાષ્ટ્રે આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન ખાતાના ઉચ્ચ અધિકારીઓની રજાઓ રદ કરી
મુખ્ય પ્રધાનની અધ્યક્ષતા હેઠળની સુરક્ષા સમીક્ષા બેઠકમાં નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય ઘણા વિભાગોના ઉચ્ચ અધિકારીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.
ખોટા સમાચાર ફેલાવનારા અને ‘દુશ્મનને મદદ કરનારા’ સામે સરકાર કડક કાર્યવાહી કરશે, એમ તેમાં જણાવાયું છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સુરક્ષા પગલાંની સમીક્ષા કરતી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ મુખ્ય પ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક, મુંબઈ પોલીસના વડા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ એજન્સીઓ અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના હુમલાને બનાવ્યા નિષ્ફળઃ ‘નાપાક’ના જુઠ્ઠાણાનો સેનાએ કર્યો પર્દાફાશ
આ બેઠકમાં આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય વિભાગોમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવતા વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ નિવેદનમાં જણાવાયું છે.
મુખ્ય પ્રધાને નિર્દેશ આપ્યો છે કે રાજ્યના 36 જિલ્લાઓમાં દરેકમાં તૈયારી માટે મોક ડ્રીલ હાથ ધરવામાં આવે. દરેક જિલ્લામાં એક વોર રૂમ સ્થાપિત કરવામાં આવે, એમ તેમાં જણાવાયું છે.
બ્લેકઆઉટ દરમિયાન હોસ્પિટલો સાથે સંકલન મશીનરી સ્થાપિત કરવી જોઈએ. તેવી જ રીતે આવા સમયે બેકઅપ પાવર સ્ટેન્ડ-બાય પર રાખવો જોઈએ. બહારથી પ્રકાશ ન દેખાય તે માટે શ્યામ પડદા અને બારીના કાચનો ઉપયોગ કરવો જોઈએ.
મુખ્ય પ્રધાને વહીવટીતંત્રને બ્લેકઆઉટ દરમિયાન શું કરવાની જરૂર છે તે અંગે જાગૃતિ લાવવા પણ કહ્યું. તેમણે મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશની તમામ હાઉસિંગ સોસાયટીઓ સાથે સમાન ઝુંબેશ શરૂ કરવાની સૂચના પણ આપી, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: વ્યોમિકા સિંહે પિતાને કહ્યું મમ્મીને ના કહેશો, એ નહીં માને…
કેન્દ્રની ‘યુદ્ધ પુસ્તક’ જે યુદ્ધ દરમિયાન સરકારના પ્રતિભાવ અને કાર્યોની રૂપરેખા આપે છે, તેનો અભ્યાસ કરવો જોઈએ અને મુખ્ય માહિતી જમીન સ્તરે શેર કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે એમ પણ કહ્યું હતું કે સાયબર ક્રાઇમ વિભાગે દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નજર રાખવી જોઈએ જેથી પાકિસ્તાનને કોણ મદદ કરી રહ્યું છે તે શોધી શકાય. ‘દુશ્મનને મદદ કરનારા અને ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રધાને ટાંકીને નિવેદનમાં જણાવાયું છે કે કટોકટીને પહોંચી વળવા માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે શુક્રવારે જ દરેક જિલ્લાને કટોકટી ભંડોળ પૂરું પાડવામાં આવશે.
આ પણ વાંચો: CRPF એ લીધો મોટો નિર્ણયઃ તમામ ટ્રાન્સફર, પોસ્ટિંગ અને ટ્રેનીંગ સેશન મુલતવી…
પોલીસને કોમ્બિંગ ઓપરેશન અને બંદોબસ્ત વધારવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ જે લોકો સેનાની તૈયારીઓનું વિડીયો રેકોર્ડિંગ કરે છે અને સોશિયલ મીડિયા પર શેર કરે છે તેમની સામે કેસ નોંધવા જોઈએ.
ફડણવીસે દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે અધિકારીઓને માછીમારીના ટ્રોલર્સ ભાડે લેવા પણ કહ્યું. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ચર્ચામાં વીજળી અને પાણી પુરવઠા સહિત મહત્વપૂર્ણ સ્થાપનોને સુરક્ષિત કરવા, ડ્રોનની ગતિવિધિઓ પર નજર રાખવી, સાયબર સુરક્ષાને મજબૂત બનાવવી, તબીબી સેવાઓને સક્રિય રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મુંબઈમાં સીસીટીવી કેમેરાની કામગીરીને મજબૂત બનાવવા અને તમામ એજન્સીઓ વચ્ચે સામૂહિક સંકલન સુનિશ્ર્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમે લોકોમાં કોઈ ગભરાટ ન રહે અને દરિયાકાંઠાની સુરક્ષાને વધારવાના રસ્તાઓ પર પણ ચર્ચા કરી, એમ શિંદેએ કહ્યું હતું.
આ પણ વાંચો: ભારતે કરતારપુર કોરિડોર બંધ કર્યો; પાકિસ્તાને એન્ટ્રી ખુલી રાખી
નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે આગામી બે થી ત્રણ દિવસમાં તેઓ સેના, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ સાથે વાતચીત કરશે અને મુંબઈ અને મહારાષ્ટ્રને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે શું કરવાની જરૂર છે તેની માહિતી મેળવીની મુંબઈને સુરક્ષિત રાખવા માટે પગલાં લેશે.
આજે વહેલી સવારે ફડણવીસે કહ્યું કે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી મહારાષ્ટ્રમાં એલર્ટ મોડ પર છે અને તમામ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના દરિયાકાંઠાના રક્ષણ માટે લેવામાં આવી રહેલા પગલાં અંગેના પ્રશ્ર્નનો જવાબ આપતા તેઓ આ વાત કહી રહ્યા હતા.
પોલીસ, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે. નિયમિત કવાયતો હાથ ધરવામાં આવી રહી છે, અને યુદ્ધના નિયમો મુજબ જે પણ પગલાં લેવાની જરૂર હોય તે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.