આમચી મુંબઈમહારાષ્ટ્ર

નોન-ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ કરવાની મહારાષ્ટ્ર કેબિનેટની કેન્દ્રને વિનંતી

વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓબીસી વર્ગને મોટી રાહત આપવાનો પ્રયાસ

મુંબઈ: મહારાષ્ટ્રની કેબિનેટે ગુરુવારે કેન્દ્ર સરકારને ‘નોન-ક્રીમી લેયર’ માટેની પાત્રતા માટેની આવક મર્યાદા વર્તમાન 8 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની વિનંતી કરવાનો નિર્ણય લીધો હતો.

આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરીમાં અનામતના લાભો મેળવવા માટે નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર અત્યંત આવશ્યક છે. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે વ્યક્તિની પારિવારિક આવક નિર્ધારિત મર્યાદાથી ઓછી છે.

આ ઉપરાંત લેવામાં આવેલા અન્ય નિર્ણયોમાં મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જાતિ આયોગને બંધારણીય દરજ્જો આપવા માટેના ડ્રાફ્ટ વટહુકમને પણ કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાર્યાલય તરફથી જણાવાયું હતું.

આ વટહુકમને વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે, તેમાં જણાવાયું હતું કે, કમિશન માટે 27 પોસ્ટ મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો :મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રને રતન ટાટાને ભારત રત્ન એનાયત કરવાની વિનંતી કરશે

એક પ્રસ્તાવ કે જેના હેઠળ એનજીઓ સુલભ ઇન્ટરનેશનલને રાજ્યની તમામ 57 (સતાવન) સરકારી હોસ્પિટલોમાં શૌચાલયની સુવિધા પ્રદાન કરશે તે બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી.

મુંબઈના બોરીવલી ઉપનગરમાં આક્સે અને માલવણીમાં સરકારી જમીન ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. 140 એકરમાં ફેલાયેલા આ વિસ્તારોમાં પુનર્વસન માટે અપાત્ર ઝૂંપડાવાસીઓને આવાસ આપવામાં આવશે, એમ તેણે જણાવ્યું હતું.

કેબિનેટે મુંબઈની બાંદ્રા સરકારી વસાહતમાં રહેતા સરકારી કર્મચારીઓને ઘર આપવાનો પણ નિર્ણય લીધો છે.
કેબિનેટે જાલના-નાંદેડ એક્સપ્રેસ વેના નિર્માણને પણ મંજૂરી આપી છે જે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કોરિડોર સાથે જોડાશે.
કેબિનેટે નિર્ણય લીધો છે કે રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોને ડે-કેર કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ડીએડની ડિગ્રી ધરાવતા મદરસા શિક્ષકોનું માનદ વેતન 6,000 થી વધારીને 16,000 રૂપિયા કરવામાં આવશે, જ્યારે માધ્યમિકમાં શીખવતા બીએ-બીએડ, બીએસસી-બીએડ ડિગ્રી ધરાવતા શિક્ષકોનો પગાર 8,000 થી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવશે.

રાજ્ય સરકારે શરૂ થનારી નવી કોલેજો, નવા અભ્યાસક્રમ તેમ જ વધારાની ટુકડી માટે અરજી કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ માટે અરજી કરવાની મુદત સપ્ટેમ્બરના અંત સુધી હતી તે લંબાવીને ઑક્ટોબરના અંત સુધી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button