આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોણ લેશે પદના શપથ? યાદીઓ તૈયાર?

આ વિધાનસભ્યોના નામની જોરદાર ચર્ચા! આવતી કાલે નાગપુરમાં કૅબિનેટ વિસ્તરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લગભગ ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. જો કે પ્રધાનમંડળના વિસ્તરણ માટે હજુ કોઈ સમય મળ્યો નથી. પરિણામના 12 દિવસ બાદ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને શપથ લીધા હતા. તો, દેવેન્દ્ર ફડણવીસ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ ક્યારે થશે? એ અંગે વિવિધ દાવાઓ થઈ રહ્યા છે ત્યારે આ કૅબિનેટ વિસ્તરણમાં કોણ શપથ લેશે? તેની પણ જોરદાર ચર્ચા હાલમાં જોવા મળી રહી છે. દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં નિવેદન આપ્યું હતું કે યાદીઓ તૈયાર થઈ ગઈ છે અને કેન્દ્રીય નેતૃત્વની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તેથી હવે સંભવિત નામોની ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 15 ડિસેમ્બરે: નાગપુરમાં થશે શપથ ગ્રહણ

ગૃહ ખાતાનો વિવાદ ઉકેલાયો?

એવી ચર્ચા થઈ રહી છે કે શિવસેના (એકનાથ શિંદે) ગૃહપ્રધાન પદ માટે આગ્રહ કરી રહી હોવાથી દિવસો સુધી એકનાથ શિંદે વિસ્તરણ માટે સંમતિ આપી રહ્યા ન હતા. આ પૃષ્ઠભૂમિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ ખાતાનો વિવાદ ઉકેલાઈ ગયો છે. એવી ચર્ચા છે કે દેવેન્દ્ર ફડણવીસ ગૃહ મંત્રાલયની સાથે નાણાં મંત્રાલયનો પણ હવાલો સંભાળશે. એકનાથ શિંદેને મહેસૂલ વિભાગની સાથે નગર વિકાસ ખાતું સોંપવામાં આવી શકે છે, જ્યારે બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને જાહેર બાંધકામ અને ગૃહનિર્માણ વિભાગનો હવાલો આપવામાં આવી શકે છે.

ભાજપની યાદીમાં કોનો સમાવેશ?

આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય શાસક પક્ષોના પ્રધાનોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આમાં ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરીશ મહાજન, પંકજા મુંડે, શિવેન્દ્રસિંહ રાજે ભોસલે, અતુલ સાવે, માધુરી મિસાળ, સંજય કુટે, જયકુમાર રાવલ, રવીન્દ્ર ચવ્હાણ, મંગલપ્રભાત લોઢા, ચંદ્રશેખર બાવનકુલે, અતુલ ભાતખળકરના નામ ચર્ચાઈ રહ્યા છે. રાજ્યમાં પાર્ટીના વિધાનસભ્યો નિતેશ રાણે અને ગોપીચંદ પડળકરના નામ પણ પ્રધાનપદની દોડમાં માનવામાં આવે છે.

આ પણ વાંચો: કેબિનેટ વિસ્તરણના તારીખ અને સમય નક્કી, 35 પ્રધાનો શપથ લેશે

એકનાથ શિંદેની યાદીમાં કોનો સમાવેશ?

એકનાથ શિંદે દ્વારા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં વિધાનસભ્યો ઉદય સામંત, શંભુરાજ દેસાઈ, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, પ્રતાપ સરનાઈક, સંજય શિરસાટ, ભરત ગોગાવલે, આશિષ જયસ્વાલ અને યોગેશ કદમના નામ ચર્ચામાં છે.

અજિત પવારની યાદીમાં કોનો સમાવેશ?

એનસીપી (અજિત પવાર)ની યાદીમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, નરહરિ ઝીરવાળ, અનિલ પાટીલ, સંજય બંસોડે અને મકરંદ પાટીલના નામ કેબિનેટ પ્રધાનપદ અને સના મલિક અને ઈન્દ્રનીલ નાઈકના નામ રાજ્યકક્ષાના પ્રધાનપદ માટે રેસમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button