વિવિધ પ્રોજેક્ટ્સ માટે હુડકો પાસેથી 2,000 કરોડ રૂપિયાની લોન લેવા માટે કેબિનેટની મંજૂરી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

વિવિધ પ્રોજેક્ટ્સ માટે હુડકો પાસેથી 2,000 કરોડ રૂપિયાની લોન લેવા માટે કેબિનેટની મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે શહેરી માળખાકીય વિકાસ લોન યોજના હેઠળ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (હુડકો) પાસેથી 2,000 કરોડ રૂપિયાની લોન લેવાની મંજૂરી આપી હતી, જેથી મ્યુનિસિપલ સંસ્થાઓને માળખાકીય પ્રોજેક્ટ્સ માટે ફંડ એકઠું કરવામાં મદદ મળી શકે છે.

આ નિર્ણયથી છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી પુરવઠા પ્રોજેક્ટ માટે 822.22 કરોડ રૂપિયા, નાગપુર મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને ચાર ગટર શુદ્ધિકરણ પ્રોજેક્ટ્સ માટે 268.84 કરોડ રૂપિયા અને મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી પુરવઠા પ્રોજેક્ટ માટે 116.28 કરોડ રૂપિયા મળી શકશે.

આ યોજના એ સુનિશ્ર્ચિત કરવા માટે બનાવવામાં આવી છે કે અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) 2.0, સ્વચ્છ ભારત મિશન 2.0, મહારાષ્ટ્ર સુવર્ણ જયંતિ નગરોત્થાન મહા અભિયાન અને અન્ય રાજ્ય/કેન્દ્રીય પહેલ હેઠળના પ્રોજેક્ટ્સ ભંડોળના અભાવે અટકી ન જાય.

આ પણ વાંચો…સરકારની એમએમઆરડીએને 12,000 કરોડ રૂપિયાની લોનની ગેરંટી

આકોલામાં ઘોંગા, કાનડી લઘુ સિંચાઈ યોજનાઓનું સમારકામ

મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આકોલા જિલ્લાના મુર્તિજાપુર તાલુકામાં બે નાની સિંચાઈ યોજનાઓ માટે સમારકામ ભંડોળને પણ કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
આકોલા જિલ્લામાં 1986માં પૂર્ણ થયેલી ઘોંઘા સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે રૂ. 4.76 કરોડના સમારકામને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના તેના મૂળ 1,550 ઘન મીટર સંગ્રહ અને 350 હેક્ટર સિંચાઈ ક્ષમતા કરતાં 35,000 ઘન મીટર વધારાનો પાણી સંગ્રહ અને 45 હેક્ટર સિંચાઈ ક્ષમતા બનાવવાની અપેક્ષા છે, એમ તેમાં જણાવાયું છે.
એ જ રીતે, આકોલા જિલ્લામાં 1977માં પૂર્ણ થયેલી કાનડી સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું સમારકામ રૂ. 4.92 કરોડના ખર્ચે કરવામાં આવશે, જે તેના મૂળ 1,700 ઘન મીટર સંગ્રહ અને 286 હેક્ટર સિંચાઈ ક્ષમતામાં 38,000 ઘન મીટર સંગ્રહ અને 46 હેક્ટર સિંચાઈ ક્ષમતા ઉમેરવાની અપેક્ષા છે.

કેન્દ્ર સરકારની ગુપ્તચર એજન્સીને આસુદગાંવ, પનવેલમાં જમીન મળશે

કેબિનેટે રાયગડ જિલ્લાના પનવેલ તાલુકાના આસુદગાંવ ખાતે ચાર હેક્ટર સરકારી ચરાઈની જમીન કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળની સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરોને ફાળવવાની મંજૂરી આપી હતી.
આ જમીન ઓક્યુપન્ટ ક્લાસ-2 હેઠળ રેડી રેકનર દરના 50 ટકાના દરે કબજાના અધિકારો સાથે ફાળવવામાં આવશે. તેનો ઉપયોગ એજન્સીના મુંબઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિવાસી ક્વાર્ટર બનાવવા માટે કરવામાં આવશે. આ ફાળવણી ચોક્કસ નિયમો અને શરતોને આધીન છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્ર પોલીસદળમાં 15000 પદ પર ભરતી: રેશનિંગની દુકાનદારોના કમિશનમાં વધારો…

ખેડૂતોને મોટી રાહત, વીજદર સબસિડી યોજનાનો સમયગાળો લંબાવાયો

કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે અતિ-ઉચ્ચ દબાણ, ઉચ્ચ દબાણ અને ઓછા દબાણવાળી લિફ્ટ સિંચાઈ યોજનાઓ માટે વીજદર સબસિડી યોજનાને વધુ બે વર્ષ માટે એટલે કે માર્ચ 2027 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી રાજ્યમાં લગભગ 1,789 લિફ્ટ સિંચાઈ યોજનાઓના ખર્ચમાં મોટી બચત થશે જ, પરંતુ આ લિફ્ટ સિંચાઈ યોજનાઓ સાથે સંકળાયેલા ખેડૂતોને પણ સીધો ફાયદો થશે.

આ વીજળી દર સબસિડી યોજનાથી રાજ્યના ખેડૂતોને તેમના પાક માટે પાણી પૂરું પાડવાનું સરળ બન્યું છે. આ કૃષિ આવક વધારવામાં મદદ મળી રહી છે. તેથી, અગાઉ જાહેર કરાયેલી આ વીજળી દર સબસિડી યોજનાથી ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થયો છે અને તેમની કૃષિ આવકમાં વધારો થયો છે. એટલા માટે આ કલ્યાણકારી યોજનાને 31 માર્ચ 2027 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ યોજનામાં, ખૂબ ઊંચા દબાણ અને ઉચ્ચ દબાણવાળી લિફ્ટિંગ પાણી સિંચાઈ યોજનાના ગ્રાહકો માટે રાહત દરે વીજળી દર પ્રતિ યુનિટ રૂ. 1.16 છે અને નિશ્ચિત દર રૂ. 25 પ્રતિ મહિનો (કેવીએ દીઠ) છે અને ઓછા દબાણવાળી લિફ્ટિંગ પાણી સિંચાઈ યોજનાના ગ્રાહકો માટે રાહત દર રૂ. 1 પ્રતિ યુનિટ છે અને નિર્ધારિત દર રૂ. 15 પ્રતિ મહિનો (હોર્સપાવર દીઠ) છે.

આ છૂટને કારણે, રાજ્ય સરકારે મહેસૂલ ખાધને ભરપાઈ કરવા માટે મહાવિતરણને વાર્ષિક વર્ષ 2025-26 માટે 886 કરોડ 15 લાખ રૂપિયા અને નાણાકીય વર્ષ 2026-27 માટે 872 કરોડ 23 લાખ રૂપિયા ચૂકવવાની મંજૂરી આપી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button