Maharashtra માં મોટી દુર્ઘટના, ભીમા નદીમાં હોડી ડૂબી, છ લોકોની શોધખોળ ચાલુ
પૂણા : મહારાષ્ટ્રના(Maharashtra) ઈન્દાપુર તાલુકામાં મોટી દુર્ઘટના(Accident) ઘટી છે. જેમાં કરમાલા તાલુકાના કુગાંવથી ઈન્દાપુર તાલુકાના કાલશી તરફ મુસાફરોને લઈ જતી એક બોટ ભારે પવનના કારણે ભીમા નદીમાં(Bhima River) ડૂબી ગઈ હતી. આ બોટમાં સાત મુસાફરો હતા જેમાંથી એક પાણીમાંથી તરીને બહાર આવ્યો હતો. બાકીના છ લોકોની ગઈકાલથી શોધખોળ ચાલુ છે. અચાનક આવેલા વાવાઝોડા અને મુશળધાર વરસાદના કારણે આવેલા જોરદાર મોજાને કારણે બોટ પલટી ગઈ હતી.
સવારે 7 વાગ્યાથી ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
હજુ સુધી આ છ લોકોનો પત્તો લાગ્યો નથી. સર્ચ ઓપરેશનમાં વિઘ્ન આવતાં સર્ચ ઓપરેશન રાત્રે 9 વાગ્યાની આસપાસ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે આજે સવારે 7 વાગ્યાથી ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ NDRFની ટીમ પણ કલાશી ગામની ભીમા નદીની તળેટીમાં પહોંચશે અને ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. સ્થળ પરથી સર્ચ ઓપરેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
શહેરમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયા બાદ આ ઘટના બની
પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું કે, NDRF, SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસને શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે બોટમાં ચાર પુરૂષ, બે મહિલા અને બે નાની બાળકીઓ સહિત મુસાફરો હતા. તેમાંથી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલ ડોંગરે પાણીમાં કૂદીને સલામત રીતે તરીને બહાર નીકળી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે સમગ્ર શહેરમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયા બાદ આ ઘટના બની હતી.