બળવાખોરોને દરવાજો બતાવવામાં આવશે: મહારાષ્ટ્ર ભાજપ
મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ જાહેરાત કરી હતી કે પક્ષ એવા બળવાખોરોને સસ્પેન્ડ કરશે જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી નથી. ભાજપના પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી સહિત કેટલાક બળવાખોરોને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે સમજાવવામાં સફળ રહી. પાર્ટી પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહી છે અને બળવાખોર ઉમેદવાર તરીકે રહેવાનું પસંદ કરનારાઓ સામે પગલાં લેશે.
આ પણ વાંચો : ઈલેક્શન કમિશને મહારાષ્ટ્રના નવા DGPની કરી નિમણૂકઃ જાણો, કોણ છે અધિકારી?
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે જણાવ્યું હતું કે પાર્ટી બળવાખોરો સામે કાર્યવાહી કરીને તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરશે. 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં જેમને ટિકિટ નકારી દેવામાં આવી છે તેમના બળવાએ શાસક મહાયુતિ અને વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ) બંને માટે માથાનો દુખાવો ઉભો કર્યો છે. બાવનકુલેએ કહ્યું કે કેટલાક બળવાખોરોએ રાજીનામું આપ્યું છે, જ્યારે બાકીનાને પાર્ટી દૂર કરશે.