મહારાષ્ટ્ર શ્રેષ્ઠ કૃષિ રાજ્ય: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એવોર્ડ સ્વીકારશે
મુખ્ય પ્રધાન દ્વારા ખાદ્ય સુરક્ષા સાથે પર્યાવરણના જતન માટે કરવામાં આવેલા પગલાંને અપાયું શ્રેય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 15મા એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ કમિટીએ મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કેરળના રાજ્યપાલ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતામાં 15મી એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટીએ આ જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં 10 જુલાઈના રોજ આયોજિત સમારોહમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ પુરસ્કારો માટે સમિતિએ પર્યાવરણ સંરક્ષણ, ખાદ્ય સુરક્ષા દ્વારા રાજ્યમાં અપનાવવામાં આવેલી ટકાઉ વિકાસની નીતિઓની નોંધ લીધી હતી, એમ રાજ્યના કૃષિ મૂલ્ય આયોગના અધ્યક્ષ પાશા પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટનાટન ટેકનોલોજીનો જમાનો કિચનથી કૃષિ-ક્ષેત્ર સુધી
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યમાં વાંસની ખેતી, ઘાસના અનાજ અને મિલેટ (જાડું ધાન્ય) અભિયાન અને થર્મલ પાવર ઉત્પાદનમાં બાયોમાસનો ઉપયોગ જેવા ક્રાંતિકારી પગલાં લીધાં છે. આ પગલાંને કારણે જ આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર મહારાષ્ટ્રનું નામ અંકિત થયું છે, એમ પાશા પટેલે કહ્યું હતું.
10મી જુલાઈના રોજ નવી દિલ્હીમાં યોજાનારી 15મી એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ફરન્સમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, બ્રાઝિલ, અલ્જીરિયા, નેધરલેન્ડના રાજદૂતો, મહારાષ્ટ્ર, યુપી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડના પ્રઘાનો અને અન્ય મહાનુભાવો સહભાગી થશે.
આ પણ વાંચો: કૃષિ ક્ષેત્રમાં બનાવો શ્રેષ્ઠ વ્યાવસાયિક કારકિર્દી
આ પુરસ્કાર મેળવવો એ મહારાષ્ટ્ર માટે ખૂબ જ સન્માનની વાત છે એમ જણાવતાં પટેલે ઉમેર્યું હતું કે યુનોના મહાસચિવ એન્ટિવો ગુટેરેસે ચેતવણી આપી છે કે તાપમાનમાં વધારો અને પર્યાવરણને થતા નુકસાનને કારણે માનવ જીવન સંકટમાં છે. તેમની ચેતવણીની ગંભીર નોંધ લેતા મુખ્ય પ્રધાન શિંદેએ સંવેદનશીલ પગલા લીધા છે. દુનિયામાં જ નહીં પણ કમ સે કમ દેશમાં આવા ક્રાંતિકારી પગલાં લેનારા શિંદે પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા છે.
શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રે અનેક પરિવર્તનકારી નિર્ણયો લીધા છે. 21 લાખ હેક્ટર વિસ્તારમાં દેશના સૌથી મોટા વાંસ મિશનને અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેની શરૂઆત નંદુરબારના ધડગાંવથી કરવામાં આવી રહી છે. આ અભિયાન માટે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બજેટમાં પણ જોગવાઈ કરી છે. આ સરકારે 123 પ્રોજેક્ટ અમલમાં મૂકીને લગભગ 1.7 લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતા ઊભી કરવાની યોજના બનાવી છે.
પીએમ કિસાન સન્માન ફંડને બમણું કરવાનો નિર્ણય કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઉપરાંત તેણે લાખો ખેડૂતોને નેનો-ટેક્નોલોજી ખાતરનું વિતરણ પણ શરૂ કર્યું છે. મિલેટ અભિયાનમાં જુવાર-બાજરી-રાગી-રાજગરો સહિતના વિવિધ જાડા ધાન્યને પ્રાધાન્ય આપવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે. આ હેતુ માટે રૂ. 100 કરોડ પૂરા પાડનાર મહારાષ્ટ્ર ટોચનું રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્રે પણ આ અનાજને એમએસપી (ટેકાના ભાવ) આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં દેશના જુદા જુદા આઠ રાજ્યોના કૃષિ મૂલ્ય આયોગની બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણનું જતન બંને મોરચે કામ કરી રહી છે. ત્યાર બાદ મુખ્ય પ્રધાન શિંદેનું કારણ છે.
તાજેતરમાં મુખ્ય પ્રધાને કોલસાને બાળવાથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે થર્મલ પાવર પ્લાન્ટ્સને પાંચ ટકા બાયોમાસનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. થર્મલ પાવર સ્ટેશન પણ બાંબુનો ઉપયોગ કરી શકે છે. આ માટે રાજ્યમાં બાંબુ પ્લાન્ટેશન મિશન પણ ઉપયોગી થશે. વાંસની ખેતી માટે પ્રતિ હેક્ટર રૂ. 7.5 લાખની સબસિડી આપનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. આ બધાના પરિણામે મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય તરીકે પુરસ્કાર મળ્યો છે.
અગાઉ આ એવોર્ડ 2023માં તમિલનાડુ અને 2022માં ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો હતો. સમિતિના વર્તમાન અધ્યક્ષ કે. સદાશિવમ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો આ એવોર્ડ પસંદગી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.