વિધાનસભામાં શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અને પ્રધાન શંભુરાજ દેસાઈ આમને-સામને | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

વિધાનસભામાં શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અને પ્રધાન શંભુરાજ દેસાઈ આમને-સામને

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બાંદ્રામાં સંરક્ષણ ખાતાની જમીન પરના અતિક્રમણ દૂર કરવા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના પુનર્વસન માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવામાં ‘વિલંબ’ પર શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો અને મહારાષ્ટ્રના શિંદે સેનાના પ્રધાન શંભુરાજ દેસાઈ વચ્ચે મંગળવારે વિધાનસભામાં સામ સામી બોલાચાલી અને ધમાલ થઈ હતી.

બાંદ્રા પૂર્વના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ જણાવ્યું હતું કે તેમના મતવિસ્તારમાં 42 એકર સંરક્ષણ વિભાગની જમીન પર 9,483 ઝૂંપડીઓનો પુનર્વિકાસ અટકી ગયો છે કારણ કે કેન્દ્ર સરકારે આ જમીન રાજ્ય સરકારને ટ્રાન્સફર કરી નથી.

‘તમે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર ચલાવો છો. તમે કેમ આગળ વધતા નથી? શું જમીન રાજ્ય સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે અને શું ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે? આ મુદ્દો 2017થી પેન્ડિંગ છે,’ એમ સરદેસાઈએ કહ્યું હતું.

આ પણ વાંચો: ‘ગદ્દાર’ ટિપ્પણી: ઉદ્ધવ-સેનાના અને શિંદે-સેનાના નેતા વચ્ચે બોલાચાલી

રાજ્યના ગૃહનિર્માણ ખાતાના પ્રધાન એકનાથ શિંદે વતી જવાબ આપતા રાજ્યના પ્રધાન દેસાઈએ કહ્યું હતું કે, ‘શિંદેએ કેન્દ્રને ચાર પત્રો મોકલ્યા હતા. તેઓ આ બાબતે આગળ વધી રહ્યા છે.’

અગાઉની એમવીએ સરકારના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું હતું કે 2019 અને 2022 વચ્ચે આ બાબતે કોઈ ફોલોઅપ લેવામાં આવ્યું ન હતું, જેના કારણે સેના (યુબીટી)ના વિધાનસભ્યો આક્રમક બન્યા હતા.

તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે દેસાઈ પણ તે સરકાર (ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની)નો એક ભાગ હતા.
સેના (યુબીટી)ના નેતા ભાસ્કર જાધવે પ્રશ્ર્ન કર્યો હતો કે દેસાઈ નાયબ મુખ્ય પ્રધાન શિંદે વતી શા માટે જવાબ આપી રહ્યા હતા અને શું તેમણે અધ્યક્ષની પરવાનગી માગી હતી. ‘(અધિકૃતતા) પત્ર ક્યાં છે?’ એવો સવાલ તેમણે ઉપસ્થિત કર્યો હતો.

આ બધાને કારણે થયેલા હોબાળા વચ્ચે, પ્રમુખ અધિકારીએ વિધાનસભાને દસ મિનિટ માટે મુલતવી રાખી હતી.
ગૃહ ફરી શરૂ થયા પછી, અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે તેમણે એકનાથ શિંદેની વિનંતી પર કામના વિભાજનને મંજૂરી આપી હતી અને વિધાનસભા સત્ર દરમિયાન ગૃહનિર્માણ અને નગર વિકાસ વિભાગને લગતા મુદ્દાઓના જવાબ આપવાની જવાબદારી શિવસેનાના પ્રધાનોને સોંપી હતી.

જાધવે એવી સ્પષ્ટતા કરી કે તેઓ અધ્યક્ષના નિર્ણયની ટીકા કરી રહ્યા નથી પરંતુ પ્રધાનો દ્વારા આપવામાં આવેલા જવાબોથી વિપક્ષ ખુશ ન હોવાથી તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button