આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડીમાં કોઈ મૈત્રીપૂર્ણ લડાઈ નહીં: કોંગ્રેસના મોટા નેતાનું મોટું નિવેદન

મહાયુતિનો રાજ્યમાં અંત થયો હોવાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોત-પોતાના નેતાઓ માટે એબી ફોર્મ જમા કરાવ્યા છે, ત્યારબાદ તેઓએ તેમની ઉમેદવારીઓ નોંધાવી છે. રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે મોટી લડાઈ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો કે, કેટલીક જગ્યાએ સાથી પક્ષોના નેતાઓએ જ એકબીજાને પડકાર ફેંક્યો છે, ઘટક પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ થઈ રહી છે, મહાવિકાસ આઘાડી તેમને રોકવા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે, એમ જણાવતાં કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ બુધવારે કહ્યું હતું કે, રાજ્યમાં કોઈ મૈત્રીપૂર્ણ લડાઈની પરવાનગી આપવામાં આવશે નહીં.

મહાવિકાસ આઘાડીમાં પણ ચોથી નવેમ્બર સુધીમાં ભરેલી અરજીઓ પાછી ખેંચી લેવાના પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, મહાવિકાસ આઘાડીના તમામ ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર છે. મહાયુતિની જેમ મહાવિકાસ આઘાડીમાં કોઈ મતભેદ નથી. મહાગઠબંધનમાં પાર્ટીમાં આંતરિક મતભેદો વ્યાપક છે. મહાયુતિ એક વિચિત્ર ગઠબંધન છે. જેમાં શિવસેના શિંદેની પાર્ટીની સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે, એનસીપી અજિત પવારની સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે અને તેમની સીટો પર પણ ચૂંટણી લડી રહી છે. મહાયુતિનો કોઈ પ્રભાવ નથી, કે તેનું અસ્તિત્વ પણ બચ્યું નથી. ભાજપે આ ચૂંટણીમાંથી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને હટાવી દીધી છે. કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ એમ પણ કહ્યું હતું કે, મહાવિકાસ આઘાડીમાં ચિત્ર તેનાથી વિપરીત છે.

આ પણ વાંચો : ASSEMBLY ELECTION: મહાયુતિમાં ભાજપ, મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ મોટો ભાઈ

અમે મહાવિકાસ આઘાડીમાં નાના પક્ષોને લીધા છે. અમે મહાવિકાસ અઘાડીના પક્ષોને એક માની રહ્યા છીએ. જોકે, ભાજપે મહાગઠબંધનમાં તેના સાથી પક્ષોને ખતમ કરી દીધા છે. મહા વિકાસ આઘાડીમાં એકતા છે, કોઈપણ સ્થળે મહા વિકાસ આઘાડીમાં કોઈ મૈત્રીપૂર્ણ હરીફાઈ નહીં થાય, તેઓને ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટે સમજાવવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરોને મારી વિનંતી છે કે જે ઉમેદવારોના નામ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેમના માટે કામ કરો એમ જણાવતાં રમેશ ચેન્નીથલાએ કહ્યું હતું કે, જેમને ઉમેદવારી આપવામાં આવી નથી, પરંતુ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ.

મૈત્રીપૂર્ણ લડાઈ નહીં
મહાવિકાસ આઘાડીમાં કોઈ મૈત્રીપૂર્ણ લડાઈ નહીં કરવામાં આવે. અમે મહાવિકાસ આઘાડી તરીકે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે સમાજવાદી પાર્ટી સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ. નસીમ ખાનને જવાબદારી સોંપવામાં આવી છે. ચોથી નવેમ્બર પહેલાં તમામ મતભેદો ઉકેલવાના પ્રયાસો કરાશે, રાજ્યની જનતાની અપેક્ષા પ્રમાણે મહાવિકાસ અઘાડી કામ કરી રહી છે. જનતાએ ઓળખી લીધું છે કે શિંદે સરકાર નકામી છે, અત્યાર સુધી લીધેલા નિર્ણયો પૂરા થયા નથી. તેઓ મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના લાવ્યા. જો કે, તેમની પાસે ભંડોળ ન હોવાથી હવે આ યોજના બંધ થઈ ગઈ છે. આ યોજના ચૂંટણી પંચ દ્વારા બંધ કરવામાં આવી છે. જોકે, ચેન્નીથલાએ એવો દાવો કર્યો હતો કે ચૂંટણી પંચનું નામ આપવામાં આવી રહ્યું છે. આ બધા માત્ર ચૂંટણી માટે લેવાયેલા નિર્ણયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહાવિકાસ અઘાડી રાજ્યના લોકોના સપનાંને સાકાર કરવા માટે કામ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker