શરદ પવારની એનસીપીએ મહારાષ્ટ્ર માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, કાટોલથી અનિલ દેશમુખના પુત્રને મેદાનમાં

મુંબઈ: શરદ પવારની એનસીપીએ સોમવારે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના પુત્ર સલિલ દેશમુખને કાટોલથી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ માણમાંથી પ્રભાકર ખર્ગે, વાઈથી અરુણાદેવી પિસાળ અને ખાનપુરથી વૈભવ પાટીલને ઉમેદવારી આપી છે. આ સાથે પાર્ટીએ 83 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી નાખી છે.
એનસીપી-એસપીએ રવિવારે નવ બેઠકો માટેની ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. છેલ્લી યાદીમાં પાર્ટીએ અણુશક્તિ નગરથી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને મેદાનમાં ઉતાર્યા છે. અહમદ સમાજવાદી પાર્ટીની યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ હતા, તેમણે એનસીપી (એસપી) માં પક્ષાંતર કર્યું હતું. તેનો મુકાબલો અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીના પૂર્વ મંત્રી નવાબ મલિકની પુત્રી સના મલિક સાથે થશે.
એનસીપી-એસપીએ વાશિમ જિલ્લાની કારંજા બેઠક પરથી ભાજપના દિવંગત વિધાનસભ્ય રાજેન્દ્ર પટણીના પુત્ર જ્ઞાયક પટણીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની ટિકિટ પર 2014 અને 2019ની વિધાનસભા ચૂંટણી જીતનાર રાજેન્દ્ર પટણીનું આ વર્ષે ફેબ્રુઆરીમાં અવસાન થયું હતું. જો કે, તેમના પુત્રએ એનસીપી (એસપી)માં જોડાવાનું પસંદ કર્યું હતું.
આ પણ વાંચો : Assembly Election: શરદ પવાર જૂથે ચોથી યાદી જાહેર કરી, હવે 83 ઉમેદવાર મેદાનમાં…
અતુલ વાંડિલેને હિંગણાઘાટ (વર્ધામાં), રમેશ બંગને હિંગણા (નાગપુર), રાહુલ કલાટેને ચિંચવડથી અને અજીત ગવ્હાનેને ભોસરી (બંને પુણે), મોહન જગતાપને માજલગાંવ અને રાજેસાહેબ દેશમુખને પરલી (બંને બીડ)થી ટિકિટ આપવામાં આવી છે. અને સોલાપુરની મોહોલ સીટ પરથી સિદ્ધિ રમેશ કદમને ઉમેદવારી અપાઈ છે.