આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

MVA સાથે સમજૂતિ નહીં થઇ તો સમાજવાદી પાર્ટીએ 8 ઉમેદવાર ઊભા રાખ્યા

મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જીતની તૈયારી કરવામાં વ્યસ્ત છે. અહીં મુખ્ય મુકાબલો શાસક મહાયુતિ અને મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચે છે. આ ચૂંટણી માટે INDI ગઠબંધનના પક્ષ સમાજવાદી પાર્ટીની MVA સાથે કોઇ સમજૂતિ થઇ શકી નથી. તેથી હવે સમાજવાદી પાર્ટીએ આઠ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જો આપણે જોઇએ તો અગાઉ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ અખિલેશ યાદવ INDI ગઠબંધનના પક્ષ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તેમને બેઠકો મળી ન હતી. હવે મહારાષ્ટ્રમાં તેમને INDI ગઠબંધનના પક્ષ MVAમાં બેઠકો મળી નથી.

મહારાષ્ટ્રમાં નામાંકન પરત ખેંચવાની સમયમર્યાદા પૂરી થઇ ગઇ છે. તેથી હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. મહા વિકાસ આઘાડીમાં છેલ્લે સુધી ઘણી બેઠક પર સસ્પેન્સ રાખ્યું હતું. છેક સુધી કોઇને ખબર નહોતી કે આ બેઠક પર કોણ ઉમેદવારી કરશે. સમાજવાદી પાર્ટી MVA નો એક ભાગ છે, જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પણ સામેલ છે. તેઓ INDI ગઠબંધનનો પણ ભાગ છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટી MVA સાથે મળીને કેટલીક બેઠકો પર ઉમેદવારો ઊભા કરવા માગતી હતી, પણ છેવટ સુધી MVA સાથે તેમની કોઇ સમજૂતિ થઇ શકી નહીં. થોડા દિવસ પહેલા સમાજવાદી પાર્ટીના નેતા અને વિધાનસભ્ય અબુ આસીમ આઝમી બેઠકોની વહેંચણીના ઝઘડામાં કૂદી પડ્યા હતા અને સમાજવાદી પાર્ટી પાસે માત્ર એવી પાંચ સીટની માગણી કરી હતી, જે તેમનો મજબૂત ગઢ ગણાય છે. જોકે, હવે આખરે એ સ્પષ્ટ થઇ ગયું છે કે MVA અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને કોઇ બેઠક ફાળવી શક્યો નથી.

આ પણ વાંચો : Maharashtra Election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં લાભ પાંચમથી યોગી આદિત્યનાથની એન્ટ્રી, લાગ્યા પોસ્ટર

હવે સમાજવાદી પાર્ટીએ મહારાષ્ટ્રની આઠ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરવાનું નક્કી કર્યું છે. જેમાં માનખુર્દ શિવાજીનગર સીટ પરથી અબુ આસીમ આઝમીને ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે રઈસ શેખને ભિવંડીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. MVAએ આ બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા નથી. બાકીની છ વિધાનસભા બેઠકો પર MVA અને SP ઉમેદવારો વચ્ચે મૈત્રીપૂર્ણ જંગ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker