પ્રાણીપ્રેમ ભારે પડ્યોઃ એક બિલાડીને બચાવવા ગયા ને પાંચ જણે જીવ ગુમાવ્યો
અહેમદનગરઃ મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક દુઃખદ પણ ચોંકાવનારી ઘટના બની છે.
મહારાષ્ટ્રમાં બિલાડીને બચાવવા જતા 5 લોકોના મોત થયા છે. આ ઘટના અહેમદ નગર જિલ્લાની છે. ઘટનાની વિગતો જાણીએ તો અહીંના નેવાસા તાલુકામાં એક બિલાડી બાયોગેસના ખાડામાં પડી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેને બચાવવા ગયેલો વ્યક્તિ બહાર ન આવતાં અન્ય એક વ્યક્તિ તેને બચાવવા નીચે ઉતરી અને આ રીતે 6 લોકો બાયોગેસના ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી માત્ર એકને જીવંત બહાર કાઢવામાં સફળતા મળી છે, બાકીના પાંચના જીવ ગયા હોવાની માહિતી મળી છે.
ALSO READ : અહમદનગર અને વેલ્હે તાલુકાનું નામ બદલવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
છાણ ભરેલા બાયોગેસના ખાડામાં ફસાઈ જવાથી તમામના મોત થયા છે. પોલીસ અને તહેસીલદાર ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના નેવાસા તહસીલના વાકડી ગામમાં બની હતી. તેણે કહ્યું, એક બિલાડી ખાડામાં પડી અને એક વ્યક્તિ તેને બચાવવા માટે નીચે ઉતરી પરંતુ ફસાઈ ગઈ, તેની મદદે ગયેલા પાંચમાંથી એકને બચાવી લેવાયો જ્યારે પાંચે જીવ ગુમાવવો પડ્યો હતો.
પ્રાણીપ્રેમ ચોક્કસ રાખવો જોઈએ, પણ આ સાથે પોતાની સુરક્ષાનું ધ્યાન પણ રાખવું જોઈએ.