મહારાષ્ટ્ર
અમરાવતીમાં દીપડાનું બચ્ચું યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યું
અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીમાં દીપડાનું બચ્ચુ તેની માતાથી અલગ થયા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવી ગયું હતું.
વન વિભાગના અધિકારીઓએ તેને બચાવી ગઇ કાલે વહેલી સવારે તેની માતા પાસે પહોચાડ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે દીપડો સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી પાસે આવેલા તળાવમાંથી પાણી પીવા આવતો હતો. બચ્ચું તેની માતાથી અલગ થઈ ગયું અને યુનિવર્સિટી પરિસરમાં આવેલી પાણીની ટાંકીમાં પ્રવેશ કરી ગયુ હતુ.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ ઘરોને મંજૂરી…
જોકે, આ દીપડાને મંગળવારે બપોરે બચાવી લેવામાં આવ્યું હતું અને બાદમાં તેની માતા પાસે પહોંચાડી દેવાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Taboola Feed