ગણેશોત્સવ 2025: 10 મંડળો, સાઉન્ડ એમ્પ્લિફાયર માલિકો સામે કાર્યવાહી કરાઇ…

લાતુર: લાતુરમાં ગયા વર્ષે ગણેશોત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ બદલ 10 મંડળો અને એટલી જ સંખ્યામાં સાઉન્ડ એમ્પ્લિફાયર માલિકો વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા.
રાજ્યભરમાં ગયા વર્ષે 27 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન આ તહેવાર પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિબંધ હોવા છતાં ડીજે સિસ્ટમ્સ તરીકે જાણીતા સાઉન્ડ એમ્પ્લિફાયર્સને કારણે ધ્વનિ પ્રદૂષણના નિયમોના ઉલ્લંઘનની અનેક ઘટનાઓ સામે આવી હતી.
અમને જાણવા મળ્યું હતું કે 10 મંડળોએ ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. લાતુર પોલીસે 27 જાન્યુઆરીના રોજ 10 ગણેશ મંડળોના પ્રમુખો તેમ જ 10 ‘ડીજે/ડોલ્બી’ માલિકો સામે પર્યાવરણ (સંરક્ષણ) ધારા 1986 અને ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો 2000ની કલમ 15 અને 19 હેઠળ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા.
આ ગુનામાં પાંચ વર્ષની જેલની સજા અથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ કે બંને થઇ શકે છે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)


