ભિવંડીમાં કુરિયર કંપનીના ગોદામમાંથી 18 લેપટોપ ચોરાયા…

થાણે: થાણે જિલ્લામાં ભિવંડીમાં કુરિયર કંપનીના ગોદામમાંથી 12.6 લાખ રૂપિયાના 18 લેપટોપ ચોરાયા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બેંગલુરુ અને ચેન્નઇમાં ડિલિવરી કરવા માટે લેપટોપનું ક્ન્સાઈનમેન્ટ કુરિયર કંપનીને સોંપવામાં આવ્યું હતું, જે કંપનીના ભિવંડીમાં ગોદામમાં રાખવામાં આવ્યું હતું.
11 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર, 2025 દરમિયાન કેટલાક શખસોએ સીલબંધ બોક્સ તોડી તેમાંથી લેપટોપ કાઢી લીધા હતા અને ચોરી છુપાવવા બોક્સમાં ડમી મટિરિયલ ભરી દેવામાં આવ્યું હતું, એમ નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન ક્ન્સાઈનમેન્ટ નિર્ધારિત સ્થળોએ પહોંચ્યું નહોતું અને બોક્સની તપાસ કરવામાં આવતાં ચોરીની ઘટના સામે આવી હતી. તપાસમાં બોક્સમાંથી 12.6 લાખ રૂપિયાના 18 લેપટોપ ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકરણે ગોદામના મેનેજરે નારપોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે 30 જાન્યુઆરીએ અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અમે કુરિયર કંપનીના સ્ટાફની સંડોવણીની શંકા તપાસી રહ્યા છીએ. એ સિવાય ટ્રાન્સપોર્ટ અને ડિલિવરી રેકોડર્સ પણ તપાસવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)



