ખૂશખબર! આખરે બે વર્ષ બાદ સહ્યાદ્રિ એક્સપ્રેસ ફરી પાટે ચઢશે, 5મી નવેમ્બરથી પુણે કો્લ્હાપૂર આ ટ્રેન ફરી દોડશે… | મુંબઈ સમાચાર

ખૂશખબર! આખરે બે વર્ષ બાદ સહ્યાદ્રિ એક્સપ્રેસ ફરી પાટે ચઢશે, 5મી નવેમ્બરથી પુણે કો્લ્હાપૂર આ ટ્રેન ફરી દોડશે…

કોલ્હાપૂર: કોરોનાના સમયે બંધ કરવામાં આવેલ કોલ્હાપૂર-મુંબઇ સહ્યાદ્રી એક્સપ્રેસ હવે બે વર્ષના વિરામ બાદ ફરી શરુ થનાર છે. મુંબઇમાં સીએસએમટી સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઇ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી આ ટ્રેન 5મી નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કોલ્હાપૂરથી પુણે દરમીયાન દોડશે. ત્યાર બાદ આ ટ્રેન મુંબઇથી દોડશે. આ સમાચારને કારણે સહ્યાદ્રી એક્સપ્રેસથી મુસાફરી કરનારાઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

સહ્યાદ્રી એક્સપ્રેસ ફેબ્રુઆરી 2020થી બંધ કરવામાં આવી હતી. ટ્રેન છેલ્લાં 30-35 વર્ષથી દોડતી હતી. જોકે કોરોનાના સમયે આ ટ્રેન રદ કરવામાં આવી હતી.. છેલ્લાં ઘણાં મહિનાઓથી સહ્યાદ્રી એક્સપ્રેસ શરુ કરવાની માંગણી મુસાફરો વારંવાર કરી રહ્યાં છે.


ટ્રેન શરુ થાય તે માટે મુસાફરો અને અનેક પ્રધાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.. આખરે કોલ્હાપૂરથી નીળનારી સહ્યાદ્રી એક્સપ્રેસ પુણે સુધી છોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 નવેમ્બરના રોજ રાતે 11:30 વાગે રેલવે કોલ્હાપૂરના રાજર્ષી છત્રપતિ શાહૂ મહારાજ સ્ટેશન પરથી છૂટશે. જે સવારે 7:45 વાગે પુણે સ્ટેશન પહોંચશે. જ્યારે પુણેથી રોજ રાત્રે 9:45 વાગે નીકળી કોલ્હાપૂરમાં સવારે 5:40 વાગે પહોંચશે.

કોલ્હાપૂર અને પુણે-કોલ્હાપૂર માર્ગ પર મુસાફરો માટે આ સમય લાભદાયક છે. કોરોનાના સમયે આ ટ્રેન રદ કરવામાં આવી હતી. જોકે સતત બે વર્ષ સુધી આ ટ્રેન શરુ ન થતાં હજારો મુસાફરોને તકલીફ થઇ રહી હતી. તેથી સહ્યાદ્રી એક્સપ્રેસ તરત શરુ કરવાની માંગણી થઇ રહી હતી.

સંબંધિત લેખો

Back to top button