Politics: શું કોલ્હાપુરમાં વધતી ગુનાખોરીનું કારણ આ છે?

કોલ્હાપૂર: નગરસેવક બનવા માટે ઇચ્છૂક કાર્યકર્તાઓથી લઇને વિધાનસભ્ય અને સાંસદ સુધીના રાજકીય નેતાઓ ગુંડાઓની ટોળકીઓને પોષે છે. પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે મદદ કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરી રહ્યાં છે. આ કારણોસર વધી રહેલી ગૂંડાગીરીને કારણે મહિલાઓની સૂરક્ષા જોખમમાં આવી ગઇ છે. મારામારી, અપહરણ, ગેરકાયદે ધંધા વધી રહ્યાં છે. તેથી અહીં પોલીસે વધુ સતર્ક રહી આવી ટોળકીઓ પર લગામ લગાવી પડશે.
રાજકારણીઓને બેરોજગાર અને ખાલી બેસી રહેતાં યુવાનોની કાયમ જરુર હોય છે. મોરચા, આંદોલનો, વિરોધ પ્રદર્શન સાથે જ શક્તિપ્રદર્શન કરવા માટે આ લોકો જ હોય છે. દારુ અને જમવાનું આપી દીધુ એટલે કામ થઇ ગયું. ઘણીવાર તો ગેરકાયદે કામ કરાવી લેવા, ગેરકાયદે કામોને સુરક્ષા આપવી, વસુલી વગેરે માટે આવા યુવકોનો ઉપયોગ થતો હોય છે. ઓછુ ભણેલા, મા-બાપના કહ્યા બહારના, નશાની લત લાગી હોય એવા યુવાન સહજ રીતે ગુંડાઓની ટોળકીમાં સામેલ થતાં હોય છે. અને આવી રીતે ગુંડાઓની ટોળકીઓ પણ વધે છે.
આવા નવા ગુંડાઓ પછી હપ્તાખોરી શરુ કરે છે. ભાઇ, દાદા, ડોન તેઓ રાજકીય નેતાઓના નામનો ઉપયોગ કરી દહેશત ફેલાવે છે. વેપારીઓને ઘમકાવવા, મારવા, વાહનોની તોડફોડ કરવી, વિરોધી જૂથના ગુંડાઓ સાથે મારામારી કરવી, મહિલાઓની છેડતી, રસ્તા પર જન્મ દિવસ મનાવવા, શસ્ત્રો નચાવવા વગેરે જેવા કિસ્સાઓ વધે છે.
જો કોઇ સામાન્ય નાગરીકે હિંમત બતાવીને ફરિયાદ કરી હોય તો આવા ગુંડાઓને બચાવવા સ્થાનિક નેતાઓ, રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આગળ આવે છે. રાજકીય તાકતનો ઉપયોગ કરી ગુનો દાખલ કરવાનું ટાળવામાં આવે છે. જો ફરિયાદ દાખલ પણ થઇ જાય તો સગવડ થાય તેવી કલમો લગાવવામાં આવે છે. જો અટક થાય તો જેલમાં પણ તેમને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે છે. એટલું જ નહીં પણ જેલમાં કેદ ગુંડાઓને પણ ગાંજો, મોબાઇલ અને પૈસા મોકલવામાં આવે છે.
આ તમામ વાતોને કારણે કોલ્હાપૂરમાં છેલ્લાં એક વર્ષમાં ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું છે. જેમાં હત્યા, મારામારી, અપહણર વગેરે જેવા ગુના વધ્યા છે. ગુંડાગીરીને કારણે મહિલાઓ અસુરક્ષિત છે. છેલ્લાં એખ વર્ષમાં બળાત્કાર અને છેડતીના બનાવો પણ વધી ગયા છે. મટકા, જુગાર જેવા ગેરકાયદે ધંધા ખૂલેઆમ ચાલી રહ્યાં છે.