આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણે કાર અકસ્માત: દાદાએ ખરાબ સંગતથી દૂર રાખવાની ખાતરી

આપ્યા બાદ ટીનેજરના જામીન મંજૂર કરાયા

પુણે: કલ્યાણી નગર જંકશન ખાતે દારૂના નશામાં કાર હંકારીને મોટરસાઇકલ પર જઇ રહેલા બે જણને અડફેટમાં લેનારા ટીનેજરને ખરાબ સંગતથી દૂર રાખવાની તેના દાદાએ ખાતરી આપ્યા બાદ રૂ. 7,500ની શ્યોરિટી પર તેના જામીન મંજૂર કરાયા હતા.

રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના સગીર પુત્રને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાયા બાદ તેના જામીન મંજૂર કરાયા હતા. તેને બોર્ડ સમક્ષ હાજર કરાયો ત્યારે તેના દાદા સુરેન્દ્ર કુમાર અગ્રવાલ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે બોર્ડને ખાતરી આપી હતી કે મારા પૌત્રને હવે પછી કોઇ પણ ખરાબ સંગતથી દૂર રાખીશ. તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે અને કારકિર્દી માટે ઉપયોગી કોઇ પણ વ્યવસાયી અભ્યાસક્રમ તેની પાસેથી કરાવીશું. તેના પર લાદવામાં આવનારી શરતોનું તે પાલન કરશે. દાદાની આ ખાતરીને આધાર માનીને બોર્ડે આરોપીને જામીન આપવાનું યોગ્ય અને ન્યાયી રહેશે, એવી નોંધ કરી હતી.


આરોપીને આરટીઓમાં જઇને ટ્રાફિકના નિયમોનો અભ્યાસ કરવા અને માર્ગ અકસ્માત તથા તેના સમાધાન પર 300 શબ્દનો નિબંધ લખવા અને પંદર દિવસમાં તે સુપરત કરવાનો આદેશ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો.

ટીનેજરના પિતાને લઇ જતી પોલીસ વેન પર શાહી ફેંકાઇ
પુણે: બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા કાર અકસ્માતમાં સંડોવાયેલા ટીનેજરના પિતાને લઇ જતી પોલીસ વેન પર કેટલાકક લોકોએ શાહી ફેંકી હતી. ટીનેજરના પિતા વિશાલ અગ્રવાલને છત્રપતિ સંભાજીનગરથી મંગળવારે તાબામાં લેવાયો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અગ્રવાલને બુધવારે બપોરે શિવાજીનગર વિસ્તારમાં એડિશનલ સેશન્સ કોર્ટ જજ સામે હાજર કરવા માટે પોલીસ વેનમાં લઇ જવાઇ રહ્યો હતો ત્યારે એક સંગઠનના ચારથી પાંચ લોકોએ પોલીસ વેન પર શાહી ફેંકી હતી. સંગઠનના કાર્યકરોએ કહ્યું હતું કે અમે વિશાલ અગ્રવાલને પાઠ ભણાવવા તેનું મોઢું કાળું કરવા ગયા હતા, પણ પોલીસે અમને રોક્યા હતા. આ ઘટના માટે પુત્ર જેટલો તેનો પિતા પણ જવાબદાર છે.

આ પણ વાંચો : પુણેમાં કાર અકસ્માત: ટીનેજરના પિતા, પબના બે કર્મચારીને 24 મે સુધીની પોલીસ કસ્ટડી

ટીનેજરને દારૂ પીરસનાર બે રેસ્ટોરાંને સીલ કરાઇ
પુણે: કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના ટીનેજરને દારૂ પીરસનાર બે રેસ્ટોરાંને રાજ્યના એક્સાઇઝ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે.


પુણે ડિસ્ટ્રિક્ટ કલેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ કોઝી રેસ્ટોરાં અને હોટેલ બ્લેક ક્લબને મંગળવારે સીલ કરાઇ હતી.


જિલ્લા વહીવટીતંત્રના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા કલેક્ટર સુહાસ દિવાસેના આદેશ બાદ એક્સાઇઝ વિભાગ દ્વારા મેરિયોટ સ્યુટમાં આવેલી કોઝી રેસ્ટોરાં અને બ્લેક ક્લબને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.


પબ અને રેસ્ટોરાં સગીરોને દારૂ પીરસતા નથી અને સમયમર્યાદાનું પાલન કરવામાં આવે છે કે નહીં તે સુનિશ્ર્ચિમ કરવા એક્સાઇઝ વિભાગ દ્વારા વિશેષ નિરીક્ષણ અભિયાન ચલાવાયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર