છઠ પૂજા કરવા ગયેલા બે યુવક નદીમાં તણાઈ ગણા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં છઠ પૂજા નિમિત્તે બે યુવકો રાઈતે નદીમાં પૂજા કરવા ઉતર્યા હતા અને નદીમાં તણાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
પોલીસના જણાવ્યા મુજબ સોમવારે સાંજે આ બનાવ બન્યો હતો, જેમાં કલ્યાણમાં રહેતો ૧૬ વર્ષનો પ્રિન્સ ગુપ્તા અને ૧૮ વર્ષના રાજન વિશ્ર્વકર્મા સોમવારે નદીમાં છઠ પૂજા નિમિત્તે નદીમાં ઉતર્યા હતા અને તણાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોના કહેવા મુજબ બંને યુવકો નદીમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમાંથી એકનો પગ લપસ્યો હતો. તેથી બીજો યુવક તેને બચાવવા ગયો હતો અને બંને જણ નદીમાં વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના છઠ પૂજા પર ફોટોશૂટ માટે ‘નકલી યમુના’માં ડૂબકી લગાવશે! AAPનાં આરોપ
ફાયરબ્રિગેડ અને પોલીસે બંને યુવકને સોમવારે મોડે સુધી શોધવાની કામગીરી હાથ ધરી હતી પણ તેમનો પત્તો લાગ્યો નહોતો. મંગળવારે પણ મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.



