ભાજપને મોટી સફળતા, વસંતદાદા પાટીલ પરિવારની જયશ્રી પાટીલનો ભાજપમાં પ્રવેશ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ભાજપને મોટી સફળતા, વસંતદાદા પાટીલ પરિવારની જયશ્રી પાટીલનો ભાજપમાં પ્રવેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સાંગલી સંદર્ભે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ આખરે સાચી પડી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલના પરિવારના સભ્ય જયશ્રી પાટીલ આખરે આજે ભાજપમાં જોડાયા છે. આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં યોજાયો હતો. આ પક્ષ પ્રવેશને કારણે કોંગ્રેસને હવે સાંગલીમાં કોંગ્રેસ સામે પડકાર વધશે.

આ પક્ષ પ્રવેશમાં કોંગ્રેસના કદાવર નેતા વસંતદાદા પાટીલના પરિવારનો એક મોટો જૂથ ભાજપમાં જોડાયો છે. જયશ્રી પાટીલ સાંગલી જિલ્લા મધ્યવર્તી સહકારી બેંકના ઉપપ્રમુખ છે. તેઓ ભૂતપૂર્વ સ્વર્ગસ્થ પ્રધાન અને વસંતદાદા પાટીલના ભત્રીજા મદન પાટીલના પત્ની છે.

જયશ્રી પાટીલના પક્ષમાં પ્રવેશ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘જયશ્રી તાઈ, જે આટલા મોટા વસંતદાદા પરિવારમાંથી છે, તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો હોવાથી, મારે આ કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ. તેથી, હું પણ આ પક્ષપ્રવેશ કાર્યક્રમમાં આવ્યો છું.’

‘આપણા પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલે પોતે આ સમગ્ર પ્રવેશ માટે સખત મહેનત કરી હતી. તેમણે પોતે જઈને ચર્ચા કરી હતી. તેમણે સારી રીતે મધ્યસ્થી કરી હતી,’ એમ તેમણે ચંદ્રકાંત પાટીલના કાર્યની પ્રશંસા કરતા કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button