ખેડૂતોના વિરોધ સ્થળેથી જરાંગે-પાટીલની સરકારને ચેતવણી

ખેડૂત નેતાઓ મુંબઈ આવવા રવાના થયા બાદ મરાઠા કાર્યકર્તાએ મંચ પર આવીને આંદોલનકારીઓને સરકારને સાણસામાં લેવાની હાકલ કરી
નાગપુર: ખેડૂતોને સંપૂર્ણ લોન માફી અને લોનમાફીની માગણી સાથે વર્ધા રોડ પર આવેલા પરસોડી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. બુધવારે રાતે ફોન પર મુખ્ય પ્રધાન સાથે ચર્ચા પછી, બચ્ચુ કડુ અને ખેડૂત નેતાઓ ચર્ચા માટે મુંબઈ આવ્યા હતા. જોકે, આંદોલન ચાલુ હતું ત્યારે મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે ખેડૂતોના આંદોલન સ્થળની મુલાકાત લીધી હતી. પરસોડીમાં એક ખુલ્લી જગ્યામાં તંબુ બાંધવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ‘સરકાર જાગો’, ‘ખેડૂતોને લોન માફી મળવી જ જોઈએ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા જરાંગે-પાટીલે કહ્યું હતું કે, છેલ્લા 75 વર્ષમાં બધાએ મળીને ખેડૂતોને લૂંટ્યા છે. ખેડૂતોને ન્યાય મેળવવા માટે સરકાર સામે વળતો હુમલો કરવાની અને બદલો લેવાની જરૂર છે, એમ જરાંગેએ કહ્યું હતું.
આ પણ વાંચો : જરાંગેનો વિરોધ? સવાલ જ નથી પંકજા મુંડેએ મરાઠા – ઓબીસી એકતાનું વાજું વગાડ્યું…
ખેડૂતોની સંપૂર્ણ લોન માફી માટે મંગળવારથી નાગપુરમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન ત્રીજા દિવસે પણ ચાલુ છે. મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ગુરુવારે ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુ અને અન્ય નેતાઓ મુંબઈ જવા રવાના થયા હતા. પ્રતિનિધિમંડળમાં બચ્ચુ કડુ, અજિત નવલે, મહાદેવ જાનકર, વામનરાવ ચટપ, રવિકાંત ટુપકરનો સમાવેશ થશે. આ બધા લોકો આજે બપોરે 1.55 વાગ્યે નાગપુર-મુંબઈ ફ્લાઇટ દ્વારા મુંબઈ જવા રવાના થયા હતા. દરમિયાન, રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ભોયર અને રાજ્યકક્ષાના પ્રધાન આશિષ જયસ્વાલ બુધવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે આંદોલન સ્થળ પર ગયા હતા અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી.



