મહારાષ્ટ્ર
મંદિર પરિસરને અપવિત્ર કરવા બદલ યુવકની ધરપકડ

જાલના: જાલના જિલ્લાના એક ગામમાં ભગવાન શિવ મંદિરના પરિસરને અપવિત્ર કરવા બદલ 38 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપીની ઓળખ નંદકિશોર વાડગાંવકર તરીકે થઇ હોઇ અનવા ગામમાં મંદિરની નજીક તેને ઘર બાંધવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ પરવાનગી ન આપતાં તેણે આ કૃત્ય કર્યું હોવાનું પ્રથમદર્શી લાગી રહ્યું છે.
આ પણ વાંચો: મિલકતમાં હિસ્સા માટે પુત્રએ આપી પિતાની ‘સુપારી’: ત્રણની ધરપકડ
મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર માંસનો ગઠ્ઠો મળી આવ્યા બાદ સુરક્ષારક્ષકે 21 સપ્ટેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે મંદિર પરિસરમાં માંસના કેટલાક ટુકડા તેમ જ હાડકાં મળી આવ્યાં હતાં.
સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી આરોપીને ઓળખી કાઢવામાં આવ્યો હતો અને મંગળવારે તેની ધરપકડ કરાઇ હતી. (પીટીઆઇ)