મહારાષ્ટ્ર

જાલનામાં ખેતરમાંથી એક કરોડના ગાંજાના છોડ જપ્ત: એકની ધરપકડ…

જાલના: જાલના જિલ્લામાં આવેલા ખેતરમાંથી પોલીસે એક કરોડ રૂપિયાના ગાંજાના છોડ જપ્ત કર્યા હતા અને આ પ્રકરણે એક જણની ધરપકડ કરી હતી. અંબડ તહેસીલના કૌચલવાડી ગામમાં ગાંજાની ગેરકાયદે ખેતી થતી હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ અને એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા બુધવારે મોડી રાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

રેઇડ દરમિયાન પોલીસ ટીમે એક કરોડ રૂપિયાના ગાંજાના છોડ ખેતરમાંથી જપ્ત કર્યા હતા. આ પ્રકરણે ધવલીરામ ચરવંદે નામના શખસની ધરપકડ કરવામાં આવી હતી, એમ આસિસ્ટન્ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ઇંગેવાડે જણાવ્યું હતું.પોલીસને માહિતી મળી હતી કે ગામનો એક રહેવાસી મોટા પ્રમાણમાં ગાંજાની ખેતી કરી રહ્યો છે.

આથી પોલીસની ટીમે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે ખેતરમાં રેઇડ પાડી હતી અને લગભગ ચાર ક્વિન્ટલ ગાંજાના છોડ, પાંદડા અને ફૂલો જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેને સૂકવવામાં આવી રહ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button