મહારાષ્ટ્ર

જાલના પાસે પ્રાઇવેટ બસ બ્રિજ નીચે પડતાં 20ને ઇજા, 4ની હાલત ગંભીર

જાલના: ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા એક પ્રાઇવેટ બસ બ્રિજ પરથી નીચે પડતાં થયેલ અકસ્માતમાં 20 મુસાફરોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સોમવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ બદનાપૂર તાલુકાના માત્રેવાડી શિવાર પાસે થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક ખાનગી બસ (એમ.એચ.40-સી.એમ. 6969) પુણેથી નાગપૂરની દિશામાં જઇ રહી હતી. આ બસ છત્રપતી સંભાજીનગરથી જાલના માર્ગ પર માત્રેવાડી (તા. બદનાપૂર) માં દાખલ થઇ હતી. દરમીયાન ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ બસ બ્રિજ પથી નીચે પડી હતી.


અકસ્માતની જાણ થતાં જ બદનાપૂર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તથા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જાલનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ અકસ્માતમાં ઇજા પામનારાઓમાં અમન કુમાર (19, મધ્ય પ્રદેશ), અનિતા ઇંગોલે (35), શાહબાઝ ખાન, રવીન્દ્ર રાજે (33), રિતેશ ચંદેલ (23), પરાગ શિંગણે (42, નાપૂર), નિકેલ માનિજે (23, વર્ધા), કિરણ માંટુળે(38, યવતમાળ), સંભાજી સાસણે (32, યવતમાળ), મધુકર પોહરે (40, અમરાવતી), ગણેશ ભિસે (37, યવતમાળ), મોહમ્મદ સૈફુદ્દીન (30), સાગર ઉપાય્યા (19, મધ્ય પ્રદેશ), વર્ષા નાગરવાડે (40, યવતમાળ), શુભમ હત્તીમારે (27, ગોંદિયા)નો સમાવેશ છે. ઇજાગ્રસ્તોની જાલનાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button