આમચી મુંબઈમહારાષ્ટ્ર

Inside Story: મુંબઈમાં પ્રવાસીઓને લઈ જતી બોટ કઈ રીતે ઊંધી વળી…

મુંબઈઃ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ઉરણમાં ઊંધી વળવાની મોટી દુર્ઘટના ઘટી, જેમાં સેંકડો પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. પહેલા બોટને ડૂબવાના વીડિયો વાઈરલ થયા પછી હવે નવા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બોટને સ્પીડ બોટે ટક્કર મારવાને કારણે મોટી દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. અલગ અલગ વાઈરલ વીડિયોમાં સ્પીડ બોટે ટક્કર માર્યા પછી પ્રવાસીઓ ઊંધા થઈ ગાય હતા, જ્યારે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

આ પણ વાંચો: એલિફન્ટા જતી ફેરી ઉરણ નજીક દરિયામાં ઊંધી વળી

આજે સાંજના સવા પાંચ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી ‘નીલકમલ’ નામની ફેરી બોટ ઉરણ (કરંજ) ખાતે ઊંધી વળી હતી. આ દુર્ઘટનામાં લખાય છે ત્યાં સુધીમાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 66 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું સત્તાવાર જણાવાયું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર બોટમાં ક્રૂ મેમ્બર સહિત 110થી લોકો હતા. દુર્ઘટના પછી અહેવાલ પછી નેવી, એરફોર્સ, સ્થાનિક પોલીસ, જેએનપીટી સ્ટાફ સહિત અન્ય એજન્સીને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button