આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

T20 World Cup માં ભારતની જીત બાદ Maharashtraમાં ઉજવણી, રસ્તાઓ પર લોકો નાચ્યા, જોરદાર આતશબાજી

મુંબઈ : T20 વર્લ્ડ કપની(T20 World Cup)ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતની આ જીતની મહારાષ્ટ્રના(Maharashtra) વિવિધ શહેરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ટીમ ઈન્ડિયાએ શનિવારે એ કર્યું જેની દરેક ભારતીય 17 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા ફરી એકવાર T20 વર્લ્ડ કપની વિજેતા બની છે. બ્રિજટાઉનમાં ટીમ ઈન્ડિયાની જીત નક્કી થતાં જ દેશના દરેક શહેર અને નગરમાં ફટાકડા ફૂટવા લાગ્યા. લોકોએ જોરથી ભારત-ભારતના નારા લગાવવા લગાવ્યા. આ સાથે મહારાષ્ટ્રમાં પણ લોકોએ જોરશોરથી ઉજવણી કરી.

લોકોએ રસ્તાઓ પર આવીને ઉજવણી કરી

17 વર્ષ બાદ ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતની જીત બાદ દેશમાં દિવાળી જેવો માહોલ હતો.લોકો રસ્તાઓ પર ઉજવણી કરી રહ્યા હતા, ક્યાંક ઢોલ વગાડવામાં આવી રહ્યા હતા તો કેટલીક જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. લોકોએ મીઠાઈ વહેંચી. આવું જ દ્રશ્ય નાગપુરમાં પણ જોવા મળ્યું હતું. મેચ પુરી થયા બાદ લોકો રસ્તાઓ પર આવીને ઉજવણી કરવા અને ફટાકડા ફોડવા માટે ઉમટી પડ્યા હતા.

નાગપુરમાં ઉજવણી કરવામાં આવી

નાગપુરના ધરમપેઠમાં લક્ષ્મી ભવન ચોક ખાતે વિશ્વ કપની જીતની ઉજવણી કરવા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન લોકોએ ફટાકડા ફોડીને ‘ભારત માતા કી જય અને વંદે માતરમ’ જેવા નારા લગાવ્યા હતા. આ સિવાય લોકોએ ‘ચક દે ઈન્ડિયા’અને ‘લહેરા દો’ની ધૂન પર જોરશોરથી ડાન્સ કર્યો હતો.

લોકોએ એરપોર્ટ પર ડાન્સ કર્યો

પુણેમાં પણ ચાહકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભારતની જીત બાદ આખું શહેર રસ્તાઓ પર આવી ગયું હતું અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર લોકોએ ડાન્સ કરીને ભારતની જીતની ઉજવણી કરી હતી. જ્યારે એરપોર્ટ પર ચાહકો ડવ ડ્રમના તાલે જોરશોરથી નાચ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button