4જી ટેકનોલોજી વિકસાવનાર ભારત પાંચમો દેશ: શિંદે અમેરિકા નથી કરી શક્યું એ સિદ્ધિ ભારતે મેળવી છે: શિંદે | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

4જી ટેકનોલોજી વિકસાવનાર ભારત પાંચમો દેશ: શિંદે અમેરિકા નથી કરી શક્યું એ સિદ્ધિ ભારતે મેળવી છે: શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે ભારત હવે સ્વદેશી 4 જી ટેકનોલોજી વિકસાવવાની સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો માત્ર પાંચમો દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ‘સ્વદેશી’ 4 જી સ્ટેકનું ઉદ્ઘાટન કર્યું હતું.

શિંદેએ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે પુણેથી બીએસએનએલના સ્વદેશી 4જી નેટવર્કના ઉદઘાટન પ્રસંગે શિંદેએ કહ્યું હતું કે આ પહેલથી ગ્રામીણ વિસ્તારો, પર્યટન ક્ષેત્ર અને ઓનલાઇન શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો: 90 ટકા સરકારી સેવા વ્હોટ્સએપ પર અને દેશના સંપર્કવિહીન ગામમાં 4જી નેટવર્ક

એસએનએલની સ્વદેશી ટેક્નોલોજી પહેલનો પ્રારંભ આત્મનિર્ભર, સક્ષમ અને મજબૂત બનવા તરફની ભારતની યાત્રામાં એક મોટું પગલું છે. સ્વદેશી 4G ટેક્નોલોજીના વિકાસ સાથે ભારત આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. અત્યાર સુધી આ ટેકનીક ચીન, મ્યાનમાર, દક્ષિણ કોરિયા અને સ્વીડન સુધી મર્યાદિત હતી. અમેરિકા નથી કરી શક્યું એ સિદ્ધિ ભારતે હાંસલ કરી છે જે મજબૂત સ્વદેશી ટેકનિકને આભારી છે. 18 વર્ષ પછી બીએસએનએલ નુકસાનમાંથી બહાર આવ્યું છે અને 265 કરોડ રૂપિયાનો નફો થયો છે.

કોંગ્રેસની ટીકા કરતા શિંદેએ કહ્યું કે, 60-70 વર્ષ સુધી જે ન થઈ શક્યું તે મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં થયું છે. અને જે છેલ્લા 10 વર્ષમાં નથી થયું તે આગામી 10 વર્ષમાં થશે.
(પીટીઆઈ)

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button