મહારાષ્ટ્રમાં મેડિકલ, એન્જિનિયરિંગ ક્ષેત્રે રસ ધરાવનારા વિદ્યાર્થીની સંખ્યામાં વધારો

મુંબઈઃ રાજ્યમાં આ વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 90,000 વિદ્યાર્થી દ્વારા એન્જિનિયરિંગ ફાર્મસી અને એગ્રિકલ્ચરના અભ્યાસક્રમમાં અરજી કરવામાં આવી હતી, જે વર્ષ 2023ના પ્રમાણમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે કુલ અરજદારની સંખ્યા પાછલા કેટલાક વર્ષોમાં પહેલી વખત સાત લાખને પાર કરી છે.
મહારાષ્ટ્ર હેલ્થ એન્ડ ટેકનિકલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (એમએચસી-સીઈટી)માં વર્ષ 2024 માટે 7.25 લાખ અરજી થઈ છે, જ્યારે વર્ષ 2022-23માં 6.07 લાખ અને વર્ષ 2021-22માં પાંચ લાખે અરજી કરી હતી. પીસીએમ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ)ના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ આંકડા પરથી એટલું તારવી શકાય કે એમબીબીએસ, બીડીએસ અને અન્ય હેલ્થ સાયન્સ કોર્સના એડમિશન માટે નિટ-યુજીમાં પીસીબી (ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી) ગ્રુપ પણ રસ ધરાવે છે.
રાજ્ય સરકારે આ વર્ષથી ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરતા સીઈટીના સેલે નોંધ્યું કે મહારાષ્ટ્રમાં અન્ય પ્રોફેશનલ કોર્સમાં પણ 49 જેટલા વિદ્યાર્થી દ્વારા એડમિશન લેવામાં આવ્યું છે. રાજ્યમાં એન્જિનિયિંરગની કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીના વાલીઓ દ્વારા એમએચસી-સીઈટીની પસંદગી કરવામાં આવે છે.
આ પણ વાંચો…
https://bombaysamachar.com/gujarat/the-bjp-government-of-gujarat-has-not-opened-a-single-government-medical-college-in-27-years/
સીઈટી સેલના જણાવ્યાનુસાર આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ અને ડેટા એનાલિટિક્સ જેવા નવા કોર્સને લઈ ભવિષ્ટ ઈચ્છતા વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થયો છે, જે ઓલ ઈન્ડિયા કોઉન્સિલ ઓફ એજ્યુકેશન દ્વારા ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે.
આઈટી ઈન્ડસ્ટ્રીઝનો સીનારિયો જોઈને તેઓ અરજદારોની સંખ્યામાં ઘટાડો ઈચ્છતા હતા. ખાસ કરીને યુએસમાં મંદીના સમયગાળામાં એટલે કે આઈટી કંપનીમાંથી લોકોની છટણીથી ઈન્ડિયન માર્કેટમાં અસર થવા પામી છે. 2023-24ના એકેડમિક સેશનમાં આઈટી સહિતની ઘણી કોલેજમાં હજી ભરતી સત્ર વહેલું થયું નથી. લોકો માને છે કે આ માત્ર ટેમ્પરરી પરિસ્થિતિ છે અને એઆઈ એજ ભવિષ્ય છે જે એનવિડિયા અને ઓપન એઆઈની સક્સેસ સ્ટોરીસને આધારે છે.
સીઈટી સેલના અધિકારીએ કહ્યું હતું કે તેમણે પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓથી અલગ કેટેગરીમાં અરજી કરવા માટે કહ્યું હતું. માત્ર એમએચટી-સીઈટીમાં 26 વિદ્યાર્થીઓએ અરજી કરી છે અને આ એક સારી શરૂઆત છે.