આમચી મુંબઈમહારાષ્ટ્ર

એપીએમસી માર્કેટમાં વિદેશી ફળોની ડિમાન્ડમાં વધારો, જાણો શા માટે?

મુંબઈ: નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં દેશી ફળોની સાથે વિદેશી ફળોની માગણીમાં પણ જોરદાર વધારો આવ્યો છે. બદલતી લાઇફસ્ટાઇલને લીધે લોકોએ હેલ્થી ફળોને પોતાના આહારમાં ઉમેરવાનું શરૂ કર્યું છે, જેથી દેશના બજારોમાં ફળોની માગણીમાં મોટો વધારો આવ્યો છે. આ ફળોમાં વિદેશમાંથી આયાત કરવામાં આવેલા ફળોની માગણી સૌથી વધુ છે. આ ફળો આરોગ્ય માટે લાભદાયક હોવાને લીધે લોકો વિદેશી ફળોની ખરીદી કરી રહ્યા છે.

ભારતમાં ઉનાળાની સાથે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. જોકે કેરીની સાથે ઈરાની સફરજન, ઈજિપ્તની નારંગી, પેકમ નાસપતી, રાસબેરી અને તુર્કીના ગુણકારી ફણસ પણ મોટા પ્રમાણમાં ભારતીય બજારોમાં આવ્યા છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ગુણકારી છે. તેમાંય વળી વિદેશી ફણસ છે એટલે તેની માગણીમાં વધારો જોવા મળી રહ્યો છે.

નવી મુંબઈ એપીએમસી માર્કેટના ફળ વેપારીએ કહ્યું હતું કે મુંબઈની બજારોમાં ઈરાની સફરજન રૂ. 110થી રૂ. 130 પ્રતિ કિલો છે, હાપુસ કેરી 300થી 1000 રૂપિયા પ્રતિ ડઝન છે, કર્ણાટક, બદામ, કેસર કેરી 80થી 100 રૂ. પ્રતિ કિલો, નારંગી જેવા ભારતીય ફળોને રૂ. 30 થી રૂ. 45 પ્રતિ કિલોનો ભાવ મળે છે.

આ સાથે વિદેશી ફળોમાં ઇજિપ્તની નારંગી રૂ. 80 પ્રતિ કિલો, તુર્કી, વોશિંગ્ટન અને ઈરાનના સફરજન, 180થી 220 રૂપિયા પ્રતિ કિલો, પેર 120થી 140 રૂપિયા પ્રતિ કિલો, ચિલીની લાલ દ્રાક્ષ માટે 400 રૂપિયા પ્રતિ કિલો, ઈજિપ્ત નારંગી રૂ. 100 થી રૂ. 120 પ્રતિ કિલો, ઈરાની કીવી રૂ 200 પ્રતિ કિલો, બ્લુબેરી રૂ. 1,000 પ્રતિ કિલોના ભાવે એપીએમસીના બજારોમાં વેચાઈ રહ્યા છે. આ ફળો આરોગ્ય માટે લાભદાયક હોવાની સાથે અનેક બીમારીઓ સામે લડવા પણ તે મદદ કરે છે, જેથી લોકો વિશેષ ખરીદી રહ્યા છે, એમ વેપારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button