Tadoba Andhari Tiger Reseveમાં વાઘનો રસ્તો રોકવાનું ભારે પડ્યું…
ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના તાડોબા અંધારી-ટાઈગર રિઝર્વ (Maharashtra Tadoba Andhari Tiger Reseve- TATR)માં વાઘના રસ્તામાં અવરોધ ઊભો કરવા બદ્દલ પ્રશાસન દ્વારા ૧૦ ગાઈડ અને અનેક સફારી વાહનોની સેવાઓ સ્થગિત કરવાની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો: સેલિબ્રિટી ‘માયા’ ગાયબ! તાડોબાની જાણીતી વાઘણ ખોવાઇ ગઇ છે? વનવિભાગે હાથ ધરી શોધખોળ
તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ ક્ષેત્રના નિયામક કુશાગ્ર પાઠકે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ખાતે આવેલા ટાઈગર રિઝર્વમાં ૧૭મી મેના રોજ જંગલ સફારી દરમિયાન વાઘની અવરજવરમાં કેટલાક વાહનો દ્વારા અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે આ મામલે રવિવારથી જ ૧૦ ગાઈડ અને ૧૦ સફારી વાહનોની સેવાઓ એક મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જ્યારે ખૂંખાર વાઘને રીંછે ભગાવ્યો… સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…
તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ મેનેજમેન્ટે (Maharashtra Tadoba Andhari Tiger Reseve- TATR) રિઝર્વના એવા કેટલાક વિસ્તારોમાં પ્રવાસીઓની હાજરી પર પ્રતિબંધ મૂકવાનો કરવાનો નિર્ણય લીધો છે જ્યાં ભવિષ્યમાં ફરી વખત આવી ઘટનાઓનું પુનરાવર્તન થવાની શક્યતા રહેલી છે, એવું થવાની શક્યતા વધુ છે, એવું પાઠકે વધુમાં જણાવ્યું હતું.