મહારાષ્ટ્ર

નાગપુરમાં આઇઆઇએમના વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ…

નાગપુર: નાગપુર જિલ્લામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના વિદ્યાર્થીની મોટરસાઇકલને ફ્લાયઓવર પર અજાણ્યા વાહને અડફેટમાં લેતાં તેનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું. વર્ધા રોડ પર મિહાન ફ્લાયઓવર પર શનિવારે રાતે નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

મૃતકની ઓળખ અનુજ પાઠક (22) તરીકે થઇ હોઇ તે ઉત્તરાખંડનો વતની હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનો વિદ્યાર્થી હતો. અનુજ પાઠક મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે ફ્લાયઓવર પર અજાણ્યા વાહને તેની મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેને કારણે તે રેલિંગ સાથે ભટકાઇ હતી.

ત્યાંથી પસાર થનારા અન્ય વાહનચાલકોએ બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં પાઠક મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેની મોટરસાઇકલનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનની શોધ ચલાવી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button