આમચી મુંબઈમહારાષ્ટ્ર
મેં રાજીનામું આપ્યું નથી: નાના પટોલે

નાગપુર: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શનિવારે કહ્યું હતું કે તેમણે પાર્ટીના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી.
પાર્ટીના સૂત્રોએ શુક્રવારે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસના મહારાષ્ટ્રમાં નબળા દેખાવને પગલે પટોલેએ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક ઈ-મેઈલ દ્વારા પત્ર મોકલાવીને મહારાષ્ટ્ર કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નાના પટોલેએ શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે મેં કોઈ રાજીનામું આપ્યું નથી. અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. વાસ્તવમાં એમપીસીસી (મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટી)ના અધ્યક્ષની મુદત ત્રણ વર્ષની હોય છે અને મને પદ પર ચાર વર્ષ થઈ ગયા છે. આ એક આંતરિક બાબતો છે, તેની જાહેરાત કરવાની ન હોય. પાર્ટી નિર્ણય લેશે અને મને લાગે છે કે બધાને સંગઠનમાં કામ કરવાની તક મળવી જોઈએ.