મહારાષ્ટ્રના હિંગોલીમાં અનુભવાયો Earthquake ના આંચકો
હિંગોલી : મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે ભૂકંપના(Earthquake)આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. આ ભૂકંપ સવારે 7.14 કલાકે આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.આ સિવાય પરભણી અને નાંદેડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુ સુધી જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
માર્ચ મહિનામાં પણ ભૂકંપ આવ્યો હતો
આ પહેલા 21 માર્ચે પણ હિંગોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 10 મિનિટના ગાળામાં ધરા બે વાર ધ્રૂજી. પ્રથમ ભૂકંપની તીવ્રતા 4.5 નોંધવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.
ભૂકંપનો પહેલો આંચકો એટલો જોરદાર હતો કે લોકો પણ જાગી ગયા અને ઘરની બહાર આવી ગયા. આ સમયગાળા દરમિયાન કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.