મહારાષ્ટ્ર

ઉષ્ણતાનું જોખમ ઓછું કરવા થાણે શહેર માટે હીટ ઍક્શન પ્લાન તૈયાર

ઉષ્ણાતાને નિયંત્રણમાં લાવવા હીટ વેવ ટાસ્ફ ફોર્સની સ્થાપના નાગરિકોને શહેરમાં વધતી ગરમીની અગાઉથી ચેતવણી આપી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરના નાગરિકોને આગામી ઉનાળામાં વધતી ઉષ્ણતા સામે અગાઉથી ચેતવણી આપી શકાશે. તેથી નાગરિકો ગરમીથી બચવા માટે તે પ્રમાણેની ઉપાયયોજના સાથે ઘરથી બહાર નીકળી શકશે. તેમ જ ગરમીમાં લૂ લાગવાથી થતા મૃત્યુને પણ નિયંત્રણમાં લાવી શકાશે.
વધતા જતા શહેરીકરણને કારણે શહેરમાં વધતી ઉષ્ણતાના જોખમને નિયંત્રણ કરવા માટે થાણે મહાનગરપાલિકાએ મહારાષ્ટ્ર સરકારના નેતૃત્વમાં કાઉન્સિલ ઓફ ઍનર્જી અને વાતાવરણમાં થતા ફેરફારના ક્ષેત્રમાં કામ કરનારી ઍન્વ્હાર્યમેન્ટ ઍન્ડ વોટર સંસ્થા સાથે સંયુક્ત રીતે ‘હીટ એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે, જેનું પ્રશાસન બુધવારે કરવામાં આવ્યું હતું. ઉષ્ણાતાને નિયંત્રણમાં લાવવા માટે ખાસ થાણે શહેર માટે ‘હીટ વેવ ટાસ્ક ફોર્સ’ની સ્થાપના પણ કરવામાં આવી છે.
ગ્રીન ગૅસના વધતા ઉત્સર્જનને કારણે શહેરમાં તાપમાન વધી રહ્યું છે. દરિયાઈ કિનારા પર આવેલા શહેરોમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે તાપમાન ૩૦ ડિગ્રી કરતા વધુ હોય ત્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા કરતા વધુ હોય છે. ત્યારે શરીર દ્વારા અનુભવાતા તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થાય છે. તેથી ઉનાળામાં વધુ ત્રાસ થાય છે. સામાન્ય નાગરિક, સ્કૂલના વિદ્યાર્થી, કામગારો પર અતિશય ગરમીની અસરોને નિયંત્રણમાં લાવવા માટે હીટ કંટ્રોલ મેઝર્સ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં થાણે શહેર માટે ‘હીટ વેવ ટાસ્ક ફોર્સ’ની સ્થાપના કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો સમયગાળો સતત વધી રહ્યો છે અને તેની તીવ્રતા એ ચેતવણીની ઘંટડી છે. આ એક્શન પ્લાન માટે ૧૯૮૨થી ૨૦૨૪ના સમયગાળા માટેની પર્યાવરણની માહિતી તેમ જ વાસ્તવિક સમાજિક-આર્થિક સ્તરની માહિતીને આધાર તરીકે લેવામાં આવી છે. શરીરને અનુભવાતી ગરમીની માત્રા માટે ધોરણો ઘડવામાં આવ્યા છે. તેથી જ્યારે ગરમી વધુ હોય છે ત્યારે શરીરને ગરમીના મોજાના ભય વિશે અગાઉથી ચેતવણી આપી શકાશે.
આ હીટ કંટ્રોલ અને રેમેડીયલ એક્શન પ્લાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકા ૨૦૧૯ મુજબ તૈયાર કરવામાં આવી છે. આ એક્શન પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય અતિશય ગરમીને કારણે થતા મૃત્યુને અટકાવવાનો, તીવ્ર ઉનાળાને કારણે છતા રોગોને અટકાવવાનો અને તેનાથી થતા આર્થિક નુકસાનને ઘટાડવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button