આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના આ અનોખા બાપ્પા વિશે સાંભળ્યું છે કે?

મુંબઈઃ મુંબઈના કાલાચૌકી ખાતે આવેલા અભ્યુદય નગરમાં 1957માં અભ્યુદયનગર સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. બાળ ગંગાધર ટિળકના હાકલને સાદ આપતા સમાજ સંગઠીત કરવાના હેતુથી એ સમયના લોકોએ આ મંડળની સ્થાપના કરી હતી. અભ્યુદય નગરમાં આવેલા શહીદ ભગતસિંહ મેદાનના સમાજ મંદિર હોલમાં દર વર્ષે રથાધિશ બિરાજમાન છે.

મુંબઈ ચા રથાધિશ તરીકે આ બાપ્પા ભક્તોમાં ફેમસ છે અને તેની ઉંચાઈ સાડાસાત ફૂટ જેટલી હોય છે. પરેલના મૂર્તિકાર સિદ્ધેશ દિગોળેએ આ મૂર્તિ બનાવી હતી. આ સિવાય કુણાલ પાટિલ, રાજુ શિંદે જેવા અન્ય નામાંકિતોએ પણ આ બાપ્પાની મૂર્તિ બનાવી હતી. રથાધિશના આગમન સમયે ફૂલનો રથ બનાવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ પ્રકારના રથ બનાવવામાં આવે છે. આ વખતે ગરૂડનો રથ બનાવવામાં આવ્યો હતો અને એ માટે 100 કિલોથી વધુ ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગણેશોત્સવ દરમિયાન લાખો ભક્તો બાપ્પાના દર્શન લેવા માટે ભીડ કરે છે અને એ સમયે ફૂલ-હાર વગેરે અર્પણ કરવા જોઈએ એવું શાસ્ત્રમાં લખ્યું છે. પરંતુ ગણપતિ એ વિદ્યાના દેવતા છે અને એટલે જ મંડળ દ્વારા દર્શન માટે આવતા ભક્તોને ફૂલ-હારને બદલે શૈક્ષણિક વસ્તુઓ અર્પણ કરવાની ભલામણ કરવામાં આવે છે. ભક્તો પણ મંડળની આ વિનંતીને માન આપે છે.

મંડળ દ્વારા આ વસ્તુઓ આદિવાસી પાડામાં જઈને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને દિવાળીનો ફરાળ પણ આપવામાં આવે છે. રથાધિશના ચરણે અર્પણ કરવામાં આવેલી વસ્તુઓનો વિદ્યાર્થીઓને ભણવામાં મદદ મળી રહે છે.

ગણેશોત્સવમાં 10 દિવસના મેળા સિવાય મંડળ દ્વારા કોવિડકાળમાં જરૂરિયાતમંદોને મદદ કરવા સિવાય કેન્સર અવેરનેસ માટે કેમ્પ, કોંકણમાં આવેલા પૂર વખતે એક લાખ અગિયાર હજારની સહાય, દિવાળી વખતે કેરમ, ચેસ, ચિત્રકામ, વિદ્યાર્થી સન્માન સમારોહ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો