રાજ્યની સરકારમાં એકનાથ શિંદેનું મહત્ત્વ વધ્યું?
નવા આદેશ મુજબ બધી ફાઇલોને મુખ્ય પ્રધાન ફડણવીસને મોકલતા પહેલા એકનાથ શિંદે તેની ચકાસણી કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે એવો આદેશ આપ્યો છે કે, બધી ફાઇલો હવે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની નજર હેઠળથી પસાર કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિકે 18 માર્ચે આ અંગેનો આદેશ જારી કર્યો હતો, જેની જાણકારી હવે બહાર આવી રહી છે.
આ પગલાંને 2023માં અસ્તિત્વમાં રહેલી વ્યવસ્થાને પુનજીર્વિત કરવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, તે સમયે ફાઇલોને તત્કાલીન મુખ્ય પ્રધાન શિંદેને મોકલતાં પહેલાં તત્કાલીન બે નાયબ મુખ્ય પ્રધાનો – અજિત પવાર અને ફડણવીસ – દ્વારા ચકાસવામાં આવતી હતી.
‘26 જુલાઈ, 2023થી, ફાઇલોને પહેલાં નાણાં વિભાગ ધરાવતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, અને ત્યારના ગૃહ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજર હેઠળથી પસાર થયા બાદ (તત્કાલીન) મુખ્ય પ્રધાન શિંદેને મોકલવામાં આવતી હતીસ,’ એમ આ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ: એકનાથ શિંદે
રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર, બીજી જુલાઈ 2023ના રોજ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં એનસીપીના અનેક વિધાનસભ્યો સાથે જોડાયા પછી આ વ્યવસ્થા કરવામાં આવી હતી.
હવે, ગયા વર્ષે રાજ્યની ચૂંટણીમાં મહાયુતિ (જેમાં ભાજપ, શિંદેની શિવસેના અને પવારની આગેવાની હેઠળની એનસીપીનો સમાવેશ થાય છે)ના વિજય બાદ ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હોવાથી, વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
બધી ફાઇલો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, જેઓ નાણા વિભાગ સંભાળી રહ્યા છે, તેમને એકનાથ શિંદે, જેઓ નાયબ મુખ્ય પ્રધાન પણ છે અને ગૃહનિર્માણ અને નગર વિકાસ વિભાગો ધરાવે છે, તેમને દેખાડવામાં આવશે.
તાજેતરના આદેશ મુજબ, શિંદેની મંજૂરી પછી ફાઇલો ફડણવીસને મોકલવામાં આવશે.
મહાયુતિ 2.0 સત્તામાં આવી ત્યારથી, શિંદે અને ફડણવીસ વચ્ચે ‘શીત યુદ્ધ’ ચાલી રહ્યું હોવાની અટકળો ચાલી રહી છે. બંને નેતાઓએ આ અટકળોને સખત રીતે નકારી કાઢી છે. હવે આ નિર્ણય બાદ રાજ્યના પ્રધાનમંડળમાં શિંદેનો પ્રભાવ વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.